Site icon Gujarat Today

RSS મારફતે પ.બંગાળમાં ભાજપ રમખાણ કરાવવા ઈચ્છે છે : મમતા બેનરજી

(એજન્સી) કોલકાતા, તા.૧૪
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બનેરજીએ સોમવારે મટિયાબુર્જ, બજબજ તેમજ બિડલાપુરમાં ચૂંટણી સભાઓ યોજી અને ભાજપા પર ગંભીર આરોપો મૂક્યા. મદિયા બુર્જના બડતલ્લામાં યોજાયેલી સભામાં તેમણે કહ્યું ભાજપા આર.એસ.એસ.ના લોકોને ડાયમંડ હર્બર વિસ્તારમાં લાવીને રમખણો કરાવવાની કોશિશ કરી રહી છે.
પ.બંગાળમાં તમામ મતદાન કેન્દ્રો પર કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળના જવાન ગોળીબાર કરી રહ્યા છે અને લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે, પરંતુ આ દિલ્હીની ચૂંટણી છે. રાજ્ય કે પંચાયતની ચૂંટણી નથી. આ ચુંટણીમાં મોદીને હટાવવા અને દેશને બચાવવા એ જ મુખ્ય હેતુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે તેમના ભત્રીજા અને ડાયમંડ હાર્બરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અભિષેક બેનરજીના સમર્થનમાં આયોજિત કરેલીઆ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં કહ્યું કે તેઓ રમખાણો અને હુલ્લડો કરીને વડાપ્રધાન બની ચૂક્યા છે. તેમણે પાંચ વર્ષમાં કશું નથી કર્યું. માત્ર વિદેશોની યાત્રા કરી છે. નોટબંધી, જી.એસ.ટી. લાદીને રોજગારીને નુકસાન પહોંચાડ્યું છે. એલપીજી, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારી દીધા.
પાકિસ્તાનના વડાપ્રધાનને પણ મળ્યા. મોદી કહે છે કે અમે સૌ પાકિસ્તાની છીએ. તેઓ એકલા જ હિન્દુસ્તાની છે. તેમણે કહ્યું કે ભાજપા માત્ર બે ધર્મો વચ્ચે યુદ્ધ કરાવવાનું કામ કરી રહી છે. આસામમાં એન.આર.સી.ના નામે રર લાખ હિન્દુ બંગાળી અને ૩૦ લાખ મુસ્લિમ બંગાળીઓને હાંકી કાઢવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.

Exit mobile version