National

મમતા બેનરજી આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે, રાજકીય વર્તુળોમાં ગણગણાટ

(એજન્સી) કોલકાતા, તા.૧૭
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરાયા બાદ પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. આ અંગે તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, મમતા બેનરજી મંગળવારે દિલ્હી પહોંચ્યા છે. નામ ન આપવાની શરતે આ બાબત સાથે સંકળાયેલા ટીએમસી નેતાએ કહ્યું કે, મોદી સાથે વહીવટી મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની મમતા બેનરજીની યોજના છે. મુખ્યમંત્રી રાજકીય બાબતો અને વહીવટી મુદ્દાઓને અલગ રાખવા માગે છે. આ મુલાકાત વહેલી છે અને તેને તાજેતરની કોઇ ઘટના સાથે સંબંધ નથી.
ટીએમસીના વધુ એક નેતાએ કહ્યું કે, બંગાળમાં એનઆરસીની ભારતીય જનતા પાર્ટીની માગ સામે મુખ્યમંત્રી વિરોધ કરે તેવી પણ શક્યતા છે. બીજી તરફ બંગાળમાં વિપક્ષી પાર્ટીઓએ મુલાકાતના સમય અંગે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે જેને શારદા ચીટફંડ કેસમાં તપાસના ભાગ તરીકે રહેલા કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારની સીબીઆઇ કસ્ટડીની માગણીના વિરોધ તરીકે જોવામાં આવે છે. ડાબેરી ધારાસભ્ય સુજન ચક્રબોર્તીએ આરોપ લગાવ્યો છે કે, બંગાળના સત્તાધારી પક્ષના ગેરવહીવટને દબાવવાના પ્રયાસમાં રાજીવ કુમાર પોતાની કારકિર્દી સમાપ્ત કરવાની નજીક છે. આના કારણે મમતા બેનરજી સરકારના નેતાઓ ઉચાટમાં છે તેથી મમતા બેનરજી પોતાના ભત્રીજા તથા લોકસભા સાંસદ અભિષેક બેનરજીને બચાવવા માટે દિલ્હી ગયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.