National

મોદીને પશ્ચિમ બંગાળ ‘દાંત તોડવા માટે માટી અને પથ્થરથી બનેલા રસગુલ્લાં’ આપશે : મમતા બેનરજીની ચેતવણી

(એજન્સી) કોલકાતા, તા. ૨૬
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રસગુલ્લા અને લાડવાની લડાઇ વચ્ચે પીએમ મોદીએ અક્ષય કુમારને આપેલા ઇન્ટરવ્યૂના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, મોદીને તેઓ વર્ષંમાં એકાદ બે વખથ કૂર્તા અને લાડવા મોકલે છે પરંતુ આ વખતે મોદીને એવા રસગુલ્લા મોકલશે તે સોફ્ટ નહીં હોય અને તેમાં વિવિધ વસ્તુઓ ભેળવેલી હશે. હું માટી અને પથ્થરો નાખેલા લાડવા તેમને મોકલીશ જેમાં કાજુ અને કિશમિશ પણ હશે. પણ તેઓ એક બાઇટ ભરશે તો તેમને દાંત તૂટી જશે. મમતાએ કહ્યું છે કે મોદી ચૂંટણી પહેલા ક્યારેય પશ્ચિમ બંગાળ આવ્યા નથી અને હવે લોકો પાસેથી વોટ માંગી રહ્યા છે. અમે તેમને બંગાળના રસગુલ્લા આપીશું. અમે માટીમાંથી મિઠાઈ બનાવીશું અને તેમાં પત્થર નાખીશું જેવી રીતે લાડવામાં કાજુ અને કિશમિશનો ઉપયોગ થાય છે. આ મિઠાઈને ખાધા પછી તેમના દાંત તુટી જશે.
આ પહેલા બાલુરઘાટ અને ગંગારામપુરની રેલીમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે દિલ્હીનો લાડવો જે પણ ખાય તે પસ્તાય છે. ૨૦૧૪માં તેમણે બે સીટ જીત હતી, આ વખતે તેમને મોટો રસગુલ્લો મળશે. તેમને મોટું શૂન્ય મળશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બંને હાથમાં બંગળના મતદાતાઓને લાડવા આપવાનો વાદયો ક્યારેય નિભાવી શકશે નહીં. ૨૦૧૬ વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળની એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે જો બીજેપી સત્તામાં આવશે તો તમારા બંને હાથમાં લાડવો હશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.