National

મમતા બેનરજી ટીએમસીના પેટાચૂંટણીમાં વિજય બાદ હવે આભાર પ્રગટ કરવા રેલીઓ યોજશે

(એજન્સી) કોલકોતા,તા.ર
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે, તેઓ પેટાચૂંટણીમાં વિજય બાદ ત્રણ મતવિસ્તારો ખડગપુર, કરીમપુર અને કાલિયાગંજમાં મતદારોનો આભાર માનવા માટે કાર્યક્રમ યોજશે. તેમણે કહ્યું કે પહેલા તેઓ ખડગપુર સદર બેઠકથી શરૂઆત કરશે. જે બેઠક ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે ખાલી કર્યા બાદ ટીએમસીએ જીતી છે.
દિલીપ ઘોષ લોકસભામાં મીદનાપુરથી જીત્યા છે. ટીએમસીના પ્રદીપ સરકારે ખડગપુર બેઠક જીતી છે. ત્રણે મતિવસ્તારોમાં તેઓ આભાર કાર્યક્રમો યોજશે. પહેલો કાર્યક્રમ ખડગપુરમાં ૯ ડિસેમ્બરે યોજાશે.