National

સીએએ-એનઆરસી : મમતાએ સતત ત્રીજા દિવસે શેરીઓ ગજવી

(એજન્સી) કોલકાતા, તા. ૧૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી વિરૂદ્ધ સતત ત્રીજા દિવસે માર્ગો પર ઉતરીને રાજ્યની શેરીઓ ગજવી હતી. મમતા બેનરજીએ પોતાના સાથી સભ્યો સાથે હાવરાથી શરૂ કરેલી માર્ચ કોલકાતાના હાર્દસમા વિસ્તાર એસ્પ્લેનેડ ડોરિના ક્રોસિંગ ખાતે પુરી કરી હતી. રેલી શરૂ કરતા પહેલા મમતાએ જણાવ્યુંં હતું કે, અમે બંગાળમાં એનઆરસી અને નાગરિકતા સુધારા કાયદાને મંજૂરી આપીશું નહીં. કોઇને પણ રાજ્ય છોડીને જતા રહેવા માટે કહેવાશે નહીં. આપણે તમામ ધર્મો, જાતિઓ અને પંથોના સમાવેશીકરણમાં માનીએ છીએ. આપણે બધા દેશના સરખા નાગરિક છીએ. આ અધિકાર અમારી પાસેથી કોઇ છીનવી ના શકે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ઓછું આંકવાની ભૂલ ના કરે. સીએેબી અને એઆરસી એક સિક્કાની બે બાજુ છે. જ્યારે તેઓ કહે છે કે, આનાથી કોઇની નાગરિકતા છીનવાશે નહીં ત્યારે તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે. અમને ના સમજાવો. જો તમે પોતાને પર્વત સમજતા હોવ તો અમે ઉંદર છીએ. અમે તમને ટુકડાઓમાં વહેંચી દઇશું. તેઓ આખા દેશને અટકાયતી કેન્દ્રમાં ફેરવી દેવા માગે છે. નાગરિકતા સુધારા કાયદાને ગેરબંધારણીય, બિનલોકશાહી, અનૈતિક અને ગેરકાયદે ગણાવતા મમતા બેનરજીએ કહ્યું કે, અમિત શાહ તમે દેશના ગૃહમંત્રી છો ભાજપના નેતા નહીં. મહેરબાની કરીને દેશમાં શાંતિ જાળવો. તમે સબકા સાથ સબકા વિકાસ કર્યો નથી પણ સબકે સાથ સર્વનાશ કર્યો છે. અમિત શાહ પર પ્રહાર કરતા જણાવ્યું કે, તમારે અત્યારે આગ ઓલવવાની છે લગાવવાની નહીં. તેમણે કહ્યું કે, જબ તક સુરજ ચાંદ રહેગા હમારા લડાઇ જારી રહેગા. આધાર નાગરિકતા આપતો નથી તો આધાર સાથે બધુંં કેમ જોડવામાં આવે છે તે અંગે તેમણે અમિત શાહ પાસે સ્પષ્ટતા માગી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.