જૂનાગઢના બગડુમાં બાલાજી ડેરીમાં ભેળસેળયુક્ત દૂધ બનાવવાની સામગ્રી સાથે મેનેજર ઝડપાયો

જૂનાગઢ, તા.૪
જૂનાગઢ ઈં.ચા. પો.ઈન્સ. જે.એમ.વાળાઓને બગડુ ગામે આવેલ બાલાજી ડેરીમાં તેના સંચાલક ગેરકાયદેસર રીતે ભેળસેળયુક્ત દૂધ બનાવતા હોય તેવી ચોક્કસ બાતમી મળી હતી. એસઓજી સ્ટાફ સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા ડેરીના સંચાલક જયેશભાઈ કેશુભાઈ જાદવ (રહે.આણંદપુરવાળા) હાજર ન મળતાં તેના મેનેજર રાજુ પરબતભાઈ બંધિયા (રહે.આણંદપુરવાળા) મળી આવતા તેમને સાથે રાખી ડેરીમાં તપાસ કરતા દૂધમાં ભેળસેળ કરવાનો મિલ્ક પાઉડર, તેલ તથા મિક્ષચર (વલોણું) તથા બિયર ટીન નંગ-૭ મળી કુલ કિં.રૂા.૫૫૮૦નો મુદ્દામાલ મળી આવતા ફૂડ વિભાગ જૂનાગઢના જવાબદાર અધિકારીઓને બોલાવી દૂધ, પાઉડર, તેલ વિ.ના નમૂનાઓ લેવડાવવામાં આવેલ અને સદરહું મુદ્દામાલ મિલ્ક પાઉડર, તેલ તથા મિક્ષ્ચર (વલોણું) સીઆરપીસી કલમ ૧૦ર મુજબ કબજે કરી આગળની કાર્યવાહી માટે જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ને સોંપી આપેલ છે તેમજ મજકુર મેનેજર રાજુ પરબતભાઈ બંધિયા રહે.આણંદપુરવાળાએ ગે.કા. બિયરના ટીન રાખેલ જેથી મજકુરની અટક કરી તેમના વિરૂદ્ધ જૂનાગઢ તાલુકા પો.સ્ટે.માં ગુનો નોંધી જેની આગળની કાર્યવાહી જૂનાગઢ તાલુકા પો.સ્ટે. કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks