(સંવાદદાતા દ્વારા) જંબુસર, તા.૬
આજના આ યુગમાં ભાઈ-ભાઈનો નથી થતો દીકરો બાપના નથી થતો કોઈ એકબીજા ઉપર ભરોષો કરતું નથી ત્યાં જંબુસર શહેરના ઢોળાવ ફળિયા વિસ્તારના પટેલ પરિવારે મુસ્લિમ ટ્રસ્ટ કાદરીયા મદ્રેસાની ખેતી માટે ખેડવા લીધેલ જમીન પરત કરી છે.
જંબુસર કાદરીયા મદ્રેસાની રે.સ.નં.૩૭૦૫ની જમીન ઢોળાવ ફળિયાના રહીશ રાજેશભાઈ દેસાઈભાઈ પટેલના પાસે કબજો ભોગવટામાં ઘણા વર્ષોથી હતી અને તેઓ ખેતી કરતા હતા. ત્યારે રાજેશભાઈએ વર્ષો જૂનો કબજો છોડી આ જમીનને સંપૂર્ણ તેમજ સ્વતંત્ર કબજા હક્ક સહિત કોઈપણ જાતનો લોભ-લાલચ કે રૂપિયા લીધા વગર કાદરીયા મદ્રેસાને પરત કરેલ છે. જે ખરેખર સરાહનીય અને બિરદાવવા લાયક છે. ત્યારે તેઓની પ્રામાણિકતા તેમની દરિયાદિલીને સલામ છે.
આ પ્રસંગે મદ્રેસાના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રાજેશભાઈ, જેન્તીભાઇ, મનહરભાઈ અને વિનોદભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યાગ અને બલિદાનની ભાવના બદલ અંતકરણપૂર્વક કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરી ઉત્તરોઉત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.