વ્યારા, તા.૧૩
તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇ-વે નંબર ૫૩ પર સોનગઢ તાલુકાના માંડળ મુકામે સોમા કંપની દ્વારા ટોલ ફી ઉઘરાવવામાં આવે છે. તાપીજિલ્લાના સ્થાનિક વાહન માલિકો કે જેના ય્ત્ન-૨૬ સિરીઝના વાહનો છે તેણેહવે માંડળના ટોલ નાકા પર ટોલ ટેકસ ચૂકવવો પડશે નહિ એમ, જિલ્લા કલેકટરએન.કે ડામોરે જણાવ્યું છે. જિલ્લા સમાહર્તા તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સોમા કંપની સંચાલિત માંડળ ટોલ નાકા પર તાપી જિલ્લાના વાહન માલિકો/ચાલકો પસેથી પણ ટોલ ટેકસ વસૂલ કરવામાં આવતો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે રાજયના આદિજાતિ વિકાસ, વન, પ્રવાસ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાને રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે આદિજાતિ વિકાસ મંત્રીની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. મા. મંત્રી વસાવા અને જિલ્લા કલેકટરશ્રીના સક્રિય પ્રયાસોને કારણે સોમા આઇસોલેકસ કંપની દ્વારા માંડળ ટોલનાકા પરથી પસાર થતા તાપી જિલ્લાના ય્ત્ન-૨૬સિરીઝના કોમર્શિયલથી લઇને તમામ પ્રકારના વાહનોને ટોલટેકસમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જિલ્લા સમાહર્તાએન.કે ડામોર તરફથી જણાવાયું છે.