Gujarat

અમરેલીમાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં મંડપ તૂટી પડતા અફડાતફડી

અમરેલી, તા.૨૫
અમરેલીમાં આજે ભાજપના લોકસભાના ઉમેદવાર નારણ કાછડિયાના સમર્થનમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં ચાલુ સભાએ શમિયાણો તૂટી પડતા ભાજપના કાર્યકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી અને અફડાતફડીનો માહોલ થોડીવાર માટે સર્જાયેલ હતો. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
અમરેલી લોકસભા સીટ માટે ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાને વિજયી બનાવા માટે જીમખાના મેદાન ખાતે જિલ્લા ભાજપ દ્વારા એક વિજયવિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં ભાજપના નેતાઓ એક થઇ લોકસભાના ઉમેદવાર કાછડિયાને વિજય આપવવા હાકલ કરી હતી અને સભા દરમ્યાન અચાનક એક જોરદાર પવનના કારણે શમિયાણો અચાનક તૂટી પડ્યો હતો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપર પડ્યો હતો અને જેના કારણે કાર્યકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી થોડીવાર માટે સભામાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ભાજપના સંમેલનમાં ભાજપના દિગજ્જ નેતાઓ રૂપાલા જ્યંતી કવાડિયા તેમજ રમેલીના પૂર્વ ભાજપના ધારાસભ્યો હાજર રહેલ હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.