(એજન્સી) તા.૪
ઉત્તરપ્રદેશ અને બિહારના જુદા જુદા વિસ્તારોમાં લગભગ પ૧ જેટલા મંદિરોના નિર્માણ કાર્ય માટે ઉત્તરપ્રદેશના એક મુસ્લિમ બિઝનેસમેને તેની જમીનો અને રોકડ રકમનું દાન કરી દીધું છે. આ બિઝનેસમેનનું નામ રાશિદ નસીમ છે અને શાહીન ગ્રુપ ઓફ કંપનીઝના ડિરેક્ટર છે. તે કહે છે કે મારો ફક્ત એટલો જ ઉદ્દેશ્ય છે કે મારા આ કર્મની મદદથી સમાજના બે સમુદાયના લોકો વચ્ચેનો વેરભાવ દૂર થાય અને કોમી એકતા જોવા મળે. તેમણે એક પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતુંં કે હું એક મુસ્લિમ છું એટલે મારા ધર્મના વિચારો પણ મને બીજા ધર્મ માટે સારા કામ કરતા રોકતા નથી. મારા મતે મારું આ પગલું કોમી એકતા સ્થાપિત કરવાની દિશામાં ભરાયું છે અને તેનાથી સમાજને હું ફક્ત સમાજને ભાઇચારા, શાંતિ અને પ્રેમનો સંદેશ આપવા માગું છું. આ એક ગંગા જમુના સંસ્કૃતિનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાશિદ નસીમ કહે છે કે અલ્હાબાદ વારાણસી હાઇવે નજીક પ્રથમ મંદિરનું નિર્માણકાર્ય તો લગભગ પૂરું થવા આવ્યું છે અને આગામી શ્રાવણ મહિનામાં આ મંદિરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવી શકે છે. ચાલુ વર્ષના અંત સુધીમાં અમે લગભગ ર૧ જેટલા મંદિરોના નિર્માણકાર્ય પૂરા કરી લેવાની યોજના ધરાવીએ છીએ અને આગામી ર૦૧૯ના અંત સુધીમાં અમે બાકીના કુલ પ૧ જેટલા મંદિરોનું નિર્માણકાર્ય પૂરું કરી લઇશું. જોકે રાશિદ નસીમ પોતાના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રેરણાસ્વરુપ માને છે અને દાવો કરે છે કે તે દર મહિને લગભગ પ૦,૦૦૦ કિમીની યાત્રા કરે છે અને જુદા જુદા બિઝનેસ વેન્ચર વિશે અનુભવ મેળવે છે. રાશિદ નસીમ અલ્હાબાદનો વતની છે અને ર૦૧૩માં તેણે પોતાના બિઝનેસની શરુઆત કરી હતી. હાલ તે ટ્રાવેલ,ટુરિઝમ અને વોટર પ્યૂરીફાયરનો બિઝનેસ કરે છે.