મંદસૌર બળાત્કાર : ભાજપના નેતાએ પીડિતાના દુઃખી પરિવારની મુલાકાત લઈ તેને પાર્ટીના સાંસદનો ‘આભાર’ માનવા કહ્યું

(એજન્સી) તા.૩૦
મધ્યપ્રદેશના મંદસૌરમાં એક માસૂમ બાળકી સાથે થયેલ શર્મનાક અને ઘાતકી કૃત્યોનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ ઘટના પર રાજ્યના એક ભાજપ ધારાસભ્યની શરમજનક રાજનીતિનું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. શુક્રવારે જ્યારે સ્થાનિક સાંસદ સુધીર ગુપ્તા પીડિત બાળકીની તબિયત પૂછવા માટે ઈન્દૌરના એમ.વાય. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલમાં બાળકીનો પરિવાર હાજર હતો. સાંસદે ડૉક્ટરોને બાળકીની તબિયત વિશે પૂછ્યું ત્યારબાદ તેના માતા-પિતા સાથે મુલાકાત કરી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સાંસદ સુધીર ગુપ્તાની સાથે ઈન્દૌરથી ભાજપના ધારાસભ્ય સુદર્શન ગુપ્તા પણ હાજર હતા. સૂત્રો પ્રમાણે જ્યારે ભાજપ સાંસદે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી ત્યારે ધારાસભ્ય સુદર્શન ગુપ્તાએ પીડિત પરિવારને કહ્યું કે, સુધીર ગુપ્તાનો આભાર વ્યક્ત કરો. સુદર્શન ગુપ્તાએ કહ્યું કે, ‘મંદસૌરના સાંસદે મહોદયનો આભાર વ્યક્ત કરો કારણ કે, તે તેમનાથી મળવા માટે હોસ્પિટલ સુધી આવ્યા છે. આ માગણી પર બાળકીના માતા-પિતાએ સુધીર ગુપ્તા સામે હાથ જોડ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks