National

મને સંપૂર્ણ આઝાદી જોઈએ, મારા પતિને મળવા માગું છું : હાદિયા

સેલમ, તા.ર૯
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે હાદિયા સેલમમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા ગઈ છે. એમણે કોલેજ પહોંચતા જ જણાવ્યું કે હું પોતાના પતિ સાથે રહેવા ઈચ્છું છું જેને હું પ્રેમ કરૂં છું. પત્રકારો સાથે વાતચીત દરમ્યાન હાદિયાએ જણાવ્યું કે કોલેજ પછી આવી હું પ્રસન્ન છું પણ મેં કોર્ટ પાસેથી સ્વતંત્રતા માંગી હતી જે મને મળી નથી. હું કોર્ટના વિગતવાર આદેશની રાહ જોઈ રહી છું અને જાણવા માંગુ છું કે કોલેજ મારા માટે બીજી જેલ તો સાબિત નહીં થાય ને. છેલ્લા ૬ મહિનાથી હું એવા લોકો (માતા-પિતા) સાથે રહી હતી જેમને હું પસંદ કરતી નથી કારણ કે એમણે મને ખૂબ જ માનસિક ત્રાસ આપ્યો હતો. સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે હાદિયાને એમના માતા-પિતાથી અલગ અલગ અભ્યાસ પૂર્ણ કરવા પોલીસ રક્ષણ હેઠળ સેલમના હોમ્યોપેથિક કોલેજમાં મોકલી આપવા આદેશ કર્યા હતો. પતિ શફીન બાબત પૂછતા એમણે કહ્યું કે હું છેલ્લા કેટલાક મહિનાઓથી એમના સંપર્કમાં નથી. મારી પાસે કોઈ મોબાઈલ ફોન નથી અને આ દરમ્યાન ફક્ત મેં પોતાના માતા-પિતા સાથે વાતચીત કરી છે. હું પોતાના પતિ સાથે વાત કરવા ઈચ્છું છું. હાદિયાએ હાલમાં જ ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. હોસ્ટેલમાં મળતી સગવડો બાબતે પૂછતા એમણે કહ્યું કે હજુ આજે પહેલો દિવસ છે. બે-ત્રણ દિવસ પછી ખબર પડશે કે કઈ સગવડો છે. કોર્ટે કોલેજના ડીનને એમના વાલી તરીકે નિમણૂક કર્યા છે અને કહ્યું છે કે કોઈ પ્રશ્ન થાય તો એ કોર્ટને સૂચિત કરે. આ પહેલા હાદિયા કોચિમાં પોતાના માતા-પિતા સાથે રહેતી. જો કે કોર્ટે એને પોતાના પતિ પાસે જવાની મંજૂરી પણ આપી નથી.
હાદિયા જડબેસલાક સુરક્ષાની વચ્ચે પહોંચી સલેમ, ફરીથી પતિને મળવાની માંગ કરી
(એજન્સી) સલેમ, તા.ર૯
સર્વોચ્ચ ન્યાયાલયના સૂચન પર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં પોતાનો અભ્યાસ પૂરો કરવા આવેલી હાદિયાએ શહેરમાં પગ મૂકયો અને બુધવારે ફરીથી પોતાના પતિને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ધ્યાનમાં છે કે હાદિયા સર્વોચ્ચ ન્યાયાલયમાં કેરળના લવ-જેહાદ મામલાના કેસમાં કેન્દ્રમાં છે. શિવરાજ હોમિયોપેથી મેડિકલ કોલેજમાં તેણે સંવાદદદાતાઓને કહ્યું છેલ્લા છ મહિનાથી હું તે લોકો સાથે વાત કરી રહી હતી જે માતા-પિતાને હું પસંદ નથી કરતી કારણ કે તેમની સાથે રહેતી હતી તે દરમ્યાન તેઓએ મને બહુ હેરાન કરી છે. હાદિયા આ કોલેજમાં ૧૧ મહિનાની ઈન્ટર્નશીપ કરી રહી છે. સુનાવણી પછી ન્યાયલયે રપ વર્ષીય હાદિયાને તેના માતા-પિતાની દેખ-રેખથી અલગ કરી તે તેનો અભ્યાસ પૂર્ણ કરવા કહ્યું છે.
હાદિયાને કેરળ પોલીસની કડક સુરક્ષા વચ્ચે તમિલનાડુના સલેમ લાવવામાં આવી. પતિ શફીન જહાં વિશે પૂછવા પર હાદિયાએ કહ્યું કે પાછલા કેટલાક મહિનાઓથી તેમનો તેમના પતિ સાથે કોઈ સંપર્ક રહ્યો નથી.
તેની પાસે કોઈ મોબાઈલ ફોન નથી અને આ દરમ્યાન તેણે માત્ર પોતાના માતા-પિતા સાથે જ વાત કરી છે.
હાદિયાનું કહેવું છે હું મારા પતિ સાથે વાતચીત કરવા ખૂબ ઉત્સુક છું. હાલમાં જ ઈસ્લામ અંગીકાર કરી એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાને લઈને હાદિયા ઘણી ચર્ચામાં છે. છાત્રાલયમાં ઉપલબ્ધ સુવિધા અને સુરક્ષા ગોઠવણી વિશે સવાલ પૂછતા હાદિયાએ કહ્યું કે તેને કોઈ જાણકારી નથી અને તે એક-બે દિવસમાં જવાબ આપી શકશે. તેણે કહ્યું કે ન્યાયાલયના આદેશની નકલ મળ્યા પછી જ તે આ સંબંધિત વાતચીત કરી શકશે. ન્યાયાલયે કોલેજના ડીનની હાદિયાના વાલી તરીકે નિમણૂક કરી છે અને કોઈ આપત્તિની પરિસ્થિતિમાં તરત ન્યાયાલયનો સંપર્ક કરવાની છૂટ આપી છે. આથી પહેલાં હાદિયા કોચ્ચિમાં પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. જો કે ન્યાયાલયે તેને પોતાના પતિ પાસે પાછા જવાની અનુમતિ આપી નથી. મુસ્લિમ બન્યા પછી કથિત લવ જેહાદને લઈને ચર્ચામાં આવેલી કેરળની મહિલા હાદિયા એક હોમિયોપેથી મેડિકલ કોલેજમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ અનુસાર મંગળવારની સાંજે પોતાની કોલેજ પહોંચી કેરળ પોલીસ કડક સુરક્ષાની વચ્ચે તેને લઈને કોઈમ્બતુરથી શિવરાજ હોમિયોપેથી મેડિકલ કોલેજ પહોંચી. સલેમ કોઈમ્બતુરથી લગભગ ૧૭૦ કિ.મી. દૂર છે. દરમ્યાન હાદિયાએ કહ્યું છે કે તેને પોતાના પતિ શફિન જહાંને મળવા ઈચ્છે છે. તેમણે કોલેજના સંવાદદાતાઓને કહ્યું મેં કોલેજ પ્રશાસન પાસે મારા પતિને મળવાની સંમતિ માંગી છે. હું આશા કરૂં છું કે તે પરવાનગી આપશે. કોલેજના આચાર્ય કે.જી.કન્નને કહ્યું કે તે પોતાના હિન્દુ નામ અખિલા અશોકનની સાથે જ આગળનો અભ્યાસ કરતી રહેશે. તે ત્યાં ૧૧ મહિનાની હોમિયોપેથી ઈન્ટર્નશીપ કરશે. જેવું કે સર્વોચ્ચ ન્યાયાલયે સૂચન કર્યું હતું.
સર્વોચ્ચ અદાલતે સુનાવણી પછી હાદિયાને તેના માતા-પિતાના કબજામાંથી મુક્ત કરી હતી અને તેને અભ્યાસ કરવા કહ્યું હતું. અદાલત પતિની સાથે જવા દેવાની તેની રજૂઆતથી સહમત ન થઈ. હાદિયાને વિમાન દ્વારા કોઈમ્બતુર લાવવામાં આવી અને ત્યાંથી સડક માર્ગ સલેમ પહોંચી સલેમમાં કોલેજ પરિસરમાં પહોંચ્યા પછી તરત તેને મુખ્ય વ્યવસ્થાપકના કાર્યાલયમાં લઈ જવામાં આવી. લગભગ અડધા કલાક પછી વ્યવસ્થાપકના કાર્યાલયથી બહાર આવીને તેણે સંવાદદાતાઓને કહ્યું કે તેણે પોતાના પતિને મળવાની પરવાનગી માંગી છે. તેણે કહ્યું હું માનું છું કે તેઓ અનુમતિ આપશે. એક પ્રશ્નના ઉત્તરમાં તેણે કહ્યું કે તેના માટે સુરક્ષાની જરૂર નથી. જો કે ઓછામાં ઓછી બે દિવસ સુરક્ષા રહેશે. પછી તેને પોલીસ વાહનમાં છાત્રાલય લઈ જવામાં આવી જે ત્યાંથી પાંચ કિ.મી. દૂર છે. આચાર્ય કન્નને કહ્યું કે તેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે તે વર્ગમાં હાજરી આપશે. તેમણે કહ્યું કે હાદિયાની સાથે છાત્રાલયમાં રહેવાવાળી અન્ય વિદ્યાર્થિનીઓ જેવો જ વ્યવહાર કરવામાં આવશે અને તેની સાથે કોઈ વિશેષ વ્યવહાર કરવામાં આવશે નહીં. સર્વોચ્ચ ન્યાયાલયે કોલેજ અને યુનિ.ને હાદિયાને ફરીથી પ્રવેશ આપવાનો અને છાત્રાલય આપવાનો નિર્દેશ આપ્યો હતો. કેરળ હાઈકોર્ટે ર૯ મેના રોજ હાદિયા અને શફિનના લગ્નને લવ જેહાદની ઘટના ઘોષિત કરીને રદ કર્યા હતા. કથિત લવ જેહાદને લઈને ચર્ચામાં આવેલી કેરળની મહિલા પોતાના હિન્દુ નામ અખિલા અશોકનની સાથે જ આગળ અભ્યાસ કરતી રહેશે. મહિલાની કોલેજના આચાર્યએ મંગળવારે કહ્યું કે તે અખિલા અશોકનના નામથી અભ્યાસ કરતી રહેશે.

સલેમ કોલેજ પ્રિન્સિપાલની ગાંડી સરમુખ્તયારશાહી, કહ્યું હાદિયાને તેના માતા-પિતા સિવાય તેના પતિ કે અન્ય કોઈને પણ મળવા દઈશું નહીં
(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
હાદિયા કેસમાં નવા વળાંક રૂપે શિવરાજ મેડિકલ કોલેજના આચાર્ય, જી.કન્નને કહ્યું કે ર૪ વર્ષીય મહિલાને તેના પતિને મળવાની પરવાનગી નહીં મળે. કન્નને તે પણ કહ્યું કે હાદિયાને માત્ર તેના વાલીઓને જ મળવા દેવામાં આવશે જ્યારે કોલેજ પરિસરની બહારની તેની હિલચાલ પર નજર રાખવામાં આવશે તેને તેના હિન્દુ નામ અખિલા અશોકન હેઠળ જ કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે તેમણે સલેમમાં સંવાદદાતાઓને કહ્યું હતું. કન્નનનો હુકમ સર્વોચ્ચ અદાલતમાં આદેશનો તીવ્ર ભંગ કરે છે જે હાદિયાની તેના પતિ સહિત કોઈને પણ મળવાની તેની ક્ષમતા પર રોક લગાવતો નથી. સર્વોચ્ચ અદાલતે હાદિયાને સોમવારે તેના પિતાના કબજામાંથી મુક્ત કરવાનો આદેશ તો આપ્યો પરંતુ સર્વોચ્ચ અદાલતે કેરળની વડી અદાલતના હાદિયાના ઈસ્લામ અંગીકાર કરીને શફીન જહાં સાથેના લગ્નને રદ ઠેરવતા નિર્ણય પર રોક ન લગાવી. સર્વોચ્ચ અદાલતના આ બેવડા વલણની નિષ્ણાતોએ નિંદા કરી છે. પ્રશાંત ભૂષણએ એક સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, અદ્દભૂત કે સુપ્રીમકોર્ટે ર૪ વર્ષીય બહાદૂર હાદિયાને કોઈને પણ અને કયારે પણ મળવાની છૂટ ન આપી, તેમજ કોલેજના ડીનને તેના વાલી તરીકે નિયુક્ત કર્યા પણ હાદિયાને આટલા દબાણ હેઠળ પણ ટકી રહેવા સલામ અને ચોખ્ખે-ચોખ્ખું જણાવવા માટે કે તેણે ઈસ્લામ મુક્તપણે સ્વીકાર્યો છે તથા તે તેના પતિ સાથે રહેવા માંગે છે. હર્ષ મંદરના જણાવ્યા મુજબ હાદિયા બહાદૂરી અને મક્કમતાથી પોતાના જીવનના વિકલ્પોના હક માટે ઊભી રહી પણ ભારતની સર્વોચ્ચ અદાલતે તેને શરમજનક રીતે ઉતારી પાડી છે. કોમી પૂર્વગ્રહ અને પિતૃપ્રધાનતાએ સાથે મળીને તેની સ્વતંત્રતા અને એજન્સીને હણી છે. કેવી રીતે તે એક પુખ્ત મહિલાને તેના પસંદગીના વ્યક્તિ જોડે લગ્ન કરવાથી રોકી શકે ? મીહિર શર્માના કહેવા મુજબ વકીલો માટે એક વાસ્તવિક પ્રશ્ન : હાદિયા કેસ પાછળનો ખરો કાનૂની સિદ્ધાંત શું છે ? તે ર૪ વર્ષની છે પસંદગીઓ કરવા મુક્ત છે તો સામેના પક્ષની કાનૂની દલીલ શું છે ? સર્વોચ્ચ અદાલતના એક ન્યાયાધીશે હાદિયાની તેના પતિને પોતાના વાલી બનાવવાની માંગને ફગાવી દીધી છે એમ કહેતા કે પત્ની એ કોઈ મિલકત નથી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયાધીશોએ એમ ખાનવિલકર તથા ડી.વાય.ચંદ્રચુડની બેઠકે રપ વર્ષીય હાદિયા સાથે અડધા કલાક સુધી વાતચીત કરી અને તેને તેના જીવન, મહત્ત્વકાંક્ષાઓ, અભ્યાસ અને રૂચિઓ વિશે સવાલ પૂછયા. અહેવાલ મુજબ હાદિયાએ સુપ્રીમકોર્ટને કહ્યું હતું કે તેને પતિ સાથે રહેવાની આઝાદી જોઈએ છે તેણે ઈસ્લામ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી અને તે શું કરી રહે છે તે વિશે સંપૂર્ણપણે જાગૃત છે. જ્યારે બેઠકે હાદિયાને તામિલનાડુની લોકલ કોલેજમાં કોઈ સગા-વ્હાલા કે નજીકના મિત્રોને તેના વાલી બનાવવા અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેણે કહ્યું કે તેનો પતિ તેનો પાલક બની શકે અને તેને તેના વાલી તરીકે બીજું કોઈ જોઈતું નથી. એક પતિ કયારેય તેની પત્નીનો પાલક ન બની શકે. પત્ની કોઈ સંપત્તિ નથી. તેની સમાજ અને જીવનમાં પોતાની ઓળખ હોય છે. હું પોતે મારી પત્નીનો વાલી નથી. મહેરબાની કરી તેને સમજાવો ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું.

રાતના ૧૦ઃ૩૦ લાઈટ બંધ, સુરક્ષા વગર ફરવાનું નહિં, સેલફોન-
ટીવીની પણ સુવિધા નહીં, કોલેજ હોસ્ટેલમાં હાદિયાનું નવું જીવન

(એજન્સીક્ષ) નવી દિલ્હી,તા. ૨૯
સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા માતાપિતા પાસેથી છોડવવા આવેલી હાદિયાને કોલેજ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોલેજ હોસ્ટેલમાં હાદીયાનું નવું જીવન શરૂ થઈ રહ્યું છે જેમાં રાતના ૧૦.૩૦ લાઈટ બંધ, કોઈ સુરક્ષા નહીં, સેલફોન-ટીવીની પણ સુવિધા નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાદિયાને દિલ્થી કોઈમ્તુબર હોસ્ટેલમાં મોકલી આપવામાં આવી અને તેેને રોડ માર્ગે સાલેમ લઈ જવામાં આવી. કેરળ પોલીસની સુરક્ષા હતી અનએ તે સાલમેમાં શઇવરાજ મેડિકલ કોલેજમાં હોમિયોપેથીનો અભ્યાસ કરી રહી છે. તેને કોઈમ્બતુર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરવાની પણ મંજૂરી ન આપવામાં આવી. સાલેમ મેડિકલ કોલેજ પ્રીન્સીપલ જી કન્નાને કહ્યું કે હાદિયાને હોસ્ટેલના બીજા વિદ્યાર્થીઓની જેમ જ રાખવામાં આવશે અને તેને કોઈ વધારાની સુવિધા નહીં આપવામાં આવે. રિપોર્ટ અનુસાર હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એક વાર ખરીદી માટે જવા દેવામાં આવે છે અને તેની સાથે સુરક્ષા કર્મીઓની હાજરી હોય છે. તેમણે કહ્યું કે હાદિયાના માતાપિતા સિવાય કોઈને પણ તેને મળવાની મંજૂરી નહીં આપવામાં આવે. અને જ્યારે તેના માતાપિતાને મળવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે હું કે કોઈ અધિકારીની હાજરી હોય તેવી ખાતરી કરવામાં આવશે. ડેપ્યુટી પોલીસ કમિશનરે કહ્યું કે હાદીયાના જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવશે. હાદીયાના પિતાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. સેલફોન-ટીવીની પણ સુવિધા નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મારી પત્નીને પાછી મેળવવાનો જંગ હું જીત્યો છું : શફિન જહાં હાદિયાનું અમે સ્વાગત કરીએ છીએ : કોલેજ

(એજન્સી) તા.ર૯
હાદિયાના પતિ શેફિન જહાંએ જણાવ્યું કે હું મારી પત્ની સાથે વહેલી તકે મળવા ઈચ્છું છું. એ કોર્ટમાં હાદિયાને ઘણા મહિનાઓ પછી જોઈ હતી પણ ભીડ હોવાને લીધે કંઈ કહી શક્યો ન હતો. મે મારી પત્નીને પાછી મેળવવાનું યુદ્ધ જીત્યું છે જેની મને પ્રસન્નતા છે.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી હાદિયાને કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરવા મોકલી અપાઈ હતી. શિવારાજ હોમિયોપેથી કોલેજના પ્રન્સિપાલે હાદિયાનું સ્વાગત કર્યું હતું. એમણે કહ્યું કે હાદિયા એક સરેરાશ યોગ્યતા ધરાવતી વિદ્યાર્થિની છે. એણે સત્તાવાર રીતે અભ્યાસ છોડ્યો ન હતો. માત્ર લાંબી રજા જ લીધી હતી. એના પુનઃ પ્રવેશની કામગીરી માટે ૧પ દિવસનો સમય લાગશે. હાદિયાના પિતા અશોકન હાદિયા સાથે સેલમ ગયા ન હતા. એમણે કહ્યું કે પોલીસ અધિકારીઓ એની સુરક્ષા માટે છે જેથી મારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. શફિન જહાંએ કહ્યું કે મારી ઉપર હાદિયા સાથે મળવા બાબત કોઈ પ્રતિબંધો નથી. મને પ્રસન્નતા છે કે હાદિયાએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે હું એનો પતિ છું. છેલ્લા કેટલાક મહિનાઓથી એને એમના ઘરમાં જ ત્રાસ અપાઈ રહ્યો હતો. એની ઉપર દબાણ કરાતુ હતું કે એ મારા અને ઈસ્લામ વિરૂધ્ધ બોલે અને મને છોડી દે. પણ મને આશા હતી કે એ મારી વિરૂધ્ધ નહીં બોલે. માર્ચ મહિનામાં છેલ્લે હું હાદિયા સાથે મળ્યો હતો. હાદિયાને હાઈકોર્ટમાં પણ રજૂ કરાઈ ન હતી અને લગ્ન રદ કરતી વખતે એનુ નિવેદન પણ લેવાયું ન હતું. પોલીસ મને હાદિયાના ઘરે જવા દેતી ન હતી. મારા લખેલ પત્રો પણ બધા પાછા આપ્યા હતા.
આઈએસ સાથેના સંબંધો બાબત એમને પૂછાતા એમણે કહ્યું કે એનઆઈએ ખોટી રીતે મને સાંકળી રહી છે. મારા ઉપર પાયાવિહોણા આક્ષેપો મુકાઈ રહ્યાં છે. મારા આઈએસ સાથે કોઈ સંબંધો નથી જેથી હું એ બાબત નિશ્ચિંત છું.
કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે કોર્ટે સાલેમ કોલેજના ડીનને હદિયાના વાલી તરીકે નિમણૂક કરી છે અને અમને જણાવ્યું છે કે એમને હોસ્ટલની સગવડો પુરી પાડવામાં આવે. જે સગવડો અમે એને પુરી પાડીશું. આ પહેલા પણ એ હોસ્ટેલમાં રહેતી હતી પણ પછી એમણે હોસ્ટેલ બહાર પોતાના મિત્રો સાથે રહેવા વિનંતી કરી હતી જે માન્ય રખાઈ હતી.