માણેકચોકમાં ચાંદીની લૂંટ કરનાર ટોળકી ઝડપાઈ

લૂંટના આરોપીઓને પકડવામાં સીસીટીવી ફૂટેજ કડીરૂપ બન્યા

અમદાવાદ, તા.૪

શહેરના માણેકચોકમાં ધોળે દહાડે જ્વેલર્સની દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ ૧પ કિલો ચાંદીના ચોરસાની લૂંટની ઘટનાના ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. માણેકચોકમાં લૂંટની ઘટનાને પગલે પોલીસે આરોપીઓને પકડવા જુદી-જુદી પાંચ ટીમો બનાવી ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓના ચહેરા ઓળખી કાઢયા હતા ત્યારબાદ બાતમીના આધારે પોલીસે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ચાણક્યપુરી ખાતેથી આરોપી શંકરસિંહ હિંમતસિંહ રાજપૂત, દિવ્યાંગ મગનભાઈ પટેલ, અરવિંદસિંઘ ઉમેદસિંઘ શેખાવત તથા એક કિશોરને રૂા.૪.પ૦ લાખની મતાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે આર્થિક જરૂરિયાતને પગલે તેમણે લૂંટના ગુનાને અંજામ આપ્યો છે. ઉપરાંત પકડાયેલા આરોપી શંકરસિંહ રાજપૂત લૂંટ થઈ તે જ્વેલર્સની દુકાનમાં છેલ્લા રર વર્ષથી નોકરી કરતો હોવાથી દુકાનની દરેક માહિતી ધરાવતો હતો તેથી તેણે આજુબાજુમાં રહેતા અન્ય આરોપીઓ સાથે મળીને જ્વેલર્સની દુકાનમાં છેલ્લા ૧૦ દિવસથી રેકી કરી મોકો મળતા લૂંટ કરી હતી. જો કે લૂંટ કર્યા બાદ આરોપીઓ બાઈક મારફતે ગોળલીમડા ખમાસાથી એલિસબ્રિજ તરફ ગયા હતા તે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓ તથા વાહનની ચોક્કસ ઓળખ થતાં તેઓને ઝડપી પાડયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks