Gujarat

૯૬ ડોમીસાઈલ સર્ટીના અસલ દસ્તાવેજો મેળવવા મામલતદાર પાસે માગણી કરાઈ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
બોગસ ડોમીસાઈલ સર્ટીફિકેટના મામલે તપાસ કરી રહેલા પુણા પોલીસ મથકના પીઆઈ ભોભોળીયાએ જણાવ્યું હતું કે ગતરોજ ૯૬ ડોમીસાઈલ સર્ટીફિકેટના અસલ દસ્તાવેજો મેળવવા બાબતે મામલતદાર કચેરીમાં ગયા બાદ મામલતદાર ચૌહાણ પાસે અસલ દસ્તાવેજો મેળવવાની માંગણી કરવામાં આવી હતી. જોકે, આગામી બે-ત્રણ દિવસમાં ડોમીસાઈલ સર્ટીફિકેટના અસલ પેપર્સ પોલીસને સુપરત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. જોકે વધુમાં પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ડોમીસાઈલ સર્ટીફિકેટમાં સહી કરવાની સત્તા મામલતદારને જ છે. તેમ છતાં કેટલાક ડોમીસાઈલ સર્ટીફિકેટમાં નાયબ મામલતદાર અજીત મહેતાએ સહી કરી હોવાનું જણાવ્યુ ંહતું. પરંતુ સાચી વિગતો ડોમીસાઈલ સર્ટીફિકેટના અસલ દસ્તાવેજો મેળવ્યા બાદ સહીની ચકાસણી કર્યા બાદ જ કોની કેટલી સંડોવણી છે તે બહાર આવશે. પરંતુ નાયબ મામલતદાર અજીત મહેતાને માત્ર આવકના દાખલા પર સહી કરવાની સત્તા છે. એવું પણ પુણા પોલીસ મથકના પીઆઈ ભાભોળીયાએ જણાવ્યું હતું. હાલમાં ઝડપાયેલા ભાવેશ કાતરીયા અને રાહુલ ચુડાસમા સહિત ચાર આરોપીઓ ૧૧મી જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.