માંગરોળ નગરપાલિકામાં પાણી પુરવઠા યોજના હેઠળ રપ.૮૯ કરોડની ગ્રાન્ટમાંથી ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ

માંગરોળ, તા.ર૮
માંગરોળ નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ પર હાઈમસ્ટ ટાવર અને ટાઈમર કોભાંડમાં લટકતી તલવાર રૂપે ચુકાદો હજૂ પેન્ડીંગ છે ત્યાં માંગરોળ નગરપાલિકામા પાણી પુરવઠા યોજના હેઠળ ૨૫.૮૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે મુખ્ય મંત્રી, સચીવશ્રી અને નિયામકમાં ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી છે.ગુજરાત અર્બન ડેવલપ મિશન દ્વારા સરકારે માંગરોળ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના હેઠળ ૨૫.૮૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. માંગરોળ નગરપાલિકા દ્વારા પાલિકા હદ વિસ્તારની બહાર લાગતાવળગતાઓને ૫ થી ૬ હજાર ફૂટની કામગીરીનો ચુકાદો કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત અર્બન ડેવલપ મિશન દ્વારા ફાળવેલ ૨૫.૮૯ કરોડમાંથી પણ ચુકાદાઓ કરવામાં આવેલ છે અને પાલિકા દ્વારા નખાયેલ બીન કાયદેસર લાઈનોમા પણ ડબલ ચુકાદાઓ કરવામાં આવેલ છે.
કોન્ટ્રાક્ટર દ્વારા જે પાઈપ લાઈનો ખોદકામ કરી નાખવાની હોય છે તે પાઈપલાઈનો માત્ર એકથી દોઢ ફુટ ઉંડી નાખવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટર ફોનિકસ કંપની રાજકોટ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમય મર્યાદા એગ્રીમેન્ટ મુજબ પૂર્ણ થયેલ હોય નગરપાલિકા દ્વારા આ કંપની સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ગુજરાત અર્બન ડેવલપ મિશનની ૨૫.૮૯ કરોડ ગ્રાન્ટની કન્સલ્ટન્ટ સુપર વાઈઝીંગ ડીઝાઈન પોઈન્ટ દ્વારા કરવામાં આવેલ છે. આ ડીઝાઈન પોઈન્ટ કંપની દ્વારા માંગરોળનો એક ફ નામનો વ્યક્તિ આ બાબતના બિલો બનાવે છે. જે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર સાથે મળીને ખોટા અને ગેરકાયદેસર બીલો બનાવી સરકારશ્રીની યોજના નિષ્ફળ કરવાની કામગીરી કરી રહ્યો છે. ડીઝાઈન પોઈન્ટ બીલો બનાવી પાલિકાને કરોડો રૂપિયાની ગેરરીતિઓ કરી નુકસાન કરેલ છે અને આ કામગીરી સરકારના નિયમ મુજબ કરવામાં આવતી નથી. જે મટીરીયલ્સ પાઈપો નગરપાલિકાને મોકલવામાં આવેલ છે તે પણ પૂરતા પ્રમાણમાં આવેલ નથી છતાં નગરપાલિકાએ ચુકાદો કરી આપેલ છે. તેમજ પાણીની ટાકીએ કોન્ટ્રાક્ટર દ્વારા મોકલવામાં આવેલ મોટરો અને પંપો જૂના અને વપરાયેલા હલકી કક્ષાના છે. પાઈપો પાલિકાની શરતો વિહિન હલકી કક્ષાના પાઈપો મોકલેલ છે. યોજનાની શરતો મુજબ કોન્ટ્રાક્ટરે કામગીરીના બીલોમાંથી ૨૫ % રકમ નગરપાલિકાએ જમા કરવાની હોય છે. તેના બદલે ૫% જેટલી રકમ જમા કરેલ છે. જેના કારણે કોન્ટ્રાક્ટરની કામગીરી ૪૦% જેવી હલકી હોય છે. જેથી કોન્ટ્રાક્ટરને ૩૫% ટકા જેવો ફાયદો થતો હોય છે. માટે આ પ્લાનના એસ્ટીમેટ મુજબ કોન્ટ્રાક્ટર પાસે ૨૫% રકમ જમા લેવામાં આવે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં થતી ગેરરીતિઓ અટકશે અને દરેક જગ્યાએ પાઈપલાઈનોની ચકાસણી કરી પાલિકા પ્રમુખ, એકાઉન્ટન્ટ, કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સામે પગલાં લેવાની એક જાહેર હિતની અરજી માંગરોળ ઈન્દીરા નગરમાં રહેતા આરટીઆઇ એકટીવિસ્ટ યુસુફભાઈ ચાંદએ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks