માંગરોળ પંથકમાં ખેડૂતોને માત્ર ૮ કલાક જ વીજળી અપાતાં આક્રોશ

(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-ર૦૧૭ માટે મતદાન થાય, તે અગાઉ તત્કાલિન ભાજપની રાજ્ય સરકારે ખેડૂતોને ખુશ કરવા અને ખેડૂતોના મતો પ્રાપ્ત કરવા ખેતી વિષયક વીજ પુરવઠો જે આઠ કલાક અપાતો હતો એમાં ચાર કલાકનો વધારો કરી સીધા બાર કલાક કરી દેવામાં આવ્યો હતો.
પરંતુ ગુજરાત વિધાનસભા-ર૦૧૭ની ચૂંટણી પૂર્ણ થતાં અને સત્તા ઉપર પુનઃ ભાજપની સરકાર આવતા ખેતી વિષયક વીજ પુરવઠો પુનઃ આઠ કલાક આપવાની જાહેરાત કરી ખેડૂતોની સરકારે મશ્કરી કરી હોય એમ લાગી રહ્યું છે. તો બીજી તરફ આદિવાસી બચાવ અભિયાન સમિતિ તથા માંગરોળ તાલુકાના આદિવાસી વસ્તી ધરાવતા ગામોના ખેડૂતો વતી માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, આ પ્રશ્ને આગામી તારીખ ૧પ જાન્યુઆરીના સોમવારે સવારે ૧૧ કલાકે, માંગરોળમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવનાર છે સમિતિનું કહેવું છે કે, પૂરતા આઠ કલાક પણ ખેડૂતોને વીજ પુરવઠો મળતો નથી જેથી ખેતીના પાકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવડાવી શકાતું નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks