માંગરોળ,તા.ર૧
ર૧મી જુનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે સામૂહિક યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ માંગરોળનાં પ્રાંતઅધિકારી એ.કે.બારિયા તથા માંગરોળ તાલુકા પંચાયતનાં પ્રમુખ જગદીશ ગામીતે દીપ પ્રગટાવીને કર્યો હતો. વિશ્વયોગદિનમાં વન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, પોલીસ, આઈ.સી.ડી.એસ., તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિત મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
જ્યારે માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે કાર્યરત જી.આઈ.પી.સી.એલ. કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા દીપ ટ્રસ્ટનાં તાલીમ ભવન ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દીપ ટ્રસ્ટ દ્વારા આસપાસનાં ગામોમાં બનાવેલ સ્વ સહાય જૂથની બહેનો અને દીપ ટ્રસ્ટનો સ્ટાફ જોડાયો હતો.
Facebook
0
Twitter
0