માનહાનિ કેસમાં જેઠમલાણીનો કેજરીવાલ પર જુઠ્ઠું બોલવાનો આરોપ, કેસમાંથી ખસી ગયા

કોર્ટે કેજરીવાલને ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો
(એજન્સી)નવી દિલ્હી, તા.ર૬
જાણીતા વકીલ રામ જેઠમલાણીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કેસમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. નાણાપ્રધાન અરૂણ જેટલી સામે કેજરીવાલે કરેલા બિનપાયાધાર આરોપો સામે જેટલીએ કેજરીવાલ સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. કેજરીવાલ તરફી જેઠમલાણીએ કોર્ટમાં દલીલો કરી હતી. પરંતુ કેજરીવાલે જેટલી સામે કોર્ટમાં ઉશ્કેરાટભર્યા શબ્દો વાપરતા અદાલતે ચેતવણી આપ્યા બાદ કેજરીવાલના વકીલ રામ જેઠમલાણીએ કેજરીવાલનો કેસ નહીં લડવાનો નિર્ણય કરી તેમણે પત્ર લખી જાણ કરી હતી. ફી પેટેના ર કરોડ પૈસા પણ શક્તિ હોય તો આપવા નહીંતર માફ કર્યા છે. હું ઘણા લોકો માટે મફતમાં કેસ લડું છું.
આ પહેલા અરૂણ જેટલી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર બે માનહાની કેસની ફરિયાદ નોંધવામાં આવી હતી જેના વિશે મંગળવારે કેજરીવાલે હાઈકોર્ટને કહ્યું હતું કે તેમણે પોતાના વકીલ રામ જેઠમલાણીને જેટલી પર આપત્તિજનક ટિપ્પણી કરવા માટે કહ્યું ન હતું. આ બધી વાતો અરવિંદ કેજરીવાલ દ્વારા કોર્ટમાં રજૂ કરેલા એક શપથ પત્રમાં કહેવામાં આવી છે તેની સાથે કેજરીવાલે કોર્ટને કહ્યું હતું કે, તેમણે જેઠમલાણીને પત્ર લખી આ વાત કહી હતી કે પોતાની તે વાતને પરત લે. જેમાં તેમણે જેટલી પર આપત્તિજનક ટિપ્પણી પોતાના વકીલ દ્વારા આદેશ આપવાની વાત કહી હતી.
કોર્ટમાં અરવિંદ કેજરીવાલે માનહાનિ કેસમાં જવાબ રજૂ ન કરતાં દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ૧૦ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. અરૂણ જેટલીએ કેજરીવાલ સામે ૧૦ કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. વકીલ જેઠમલાણીએ કેજરીવાલના વકીલ તરીકે મુક્તિ લીધી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks