(એજન્સી) ઈમ્ફાલ, તા.૧
મણિપુરના ઉખરૂલમાં નવી જિલ્લા કોર્ટના નિર્માણ માટે મસ્જિદને ખસેડવાના જિલ્લા બાર એસોસિએશનના નિર્યણનો રાજ્યના વિવિધ મુસ્લિમ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. મણિપુર મુસ્લિમ કો-ઓરડિટિંગ કમિટી, મુસ્લિમ કાઉન્સિ, મણિપુર, મણિપુરી મુસ્લિમ્સ ઓનલાઈન ફોરમ, યુનાઈટેડ મણિપુર મુસ્લિમ્સ વુમન ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન, મણિપુર મુસ્લિમ્સ ગર્લ્સ સ્ટુન્ડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન અને બીજા ઘણા સંગઠનોએ નવી જિલ્લા કોર્ટ સ્થાપવા માટે મસ્જિદને અન્યસ્થળે ખસેડવાના જિલ્લા બાર એસોસિએશનની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ કમિટીના પ્રમુખ એસ.એમ.જલાલે જણાવ્યું હતું કે, મુસ્લિમો વિકાસના વિરૂદ્ધ નથી તેમજ નવી જિલ્લા કોર્ટના નિર્માણના પણ વિરોધમાં નથી પણ મસ્જિદને અન્ય સ્થળે ખસેડવી ઈસ્લામિક સિદ્ધાંતોની વિરૂદ્ધ છે. એકવાર મસ્જિદ જ્યાં બંધાઈ જાય ત્યારબાદ તેને બીજાસ્થળે ખસેડવી અશક્ય છે. દુનિયાના અંત સુધી તેમાં પરિવર્તન કરી શકાય નહીં. આ અંગે રાજ્યના રાજ્યપાલ મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને કોર્ટનું બાંધકામ અન્ય સ્થળે કરવાની માંગ કરી હતી કેમ કે, ૧૯૯૫મા સરકારની મંજૂરીથી જ આ મસ્જિદનું નિર્માણ કરાયું હતું. રાજ્યના કાયદા પ્રધાને મસ્જિદ અન્ય સ્થળે ખસેડવા સ્થાનિકોને આપેલી ખાતરીનો પણ વિરોધ કરાયો હતો.