Ahmedabad

ગણપત વસાવા ગમે તેવા નિવેદનો કરવાના બદલે આદિવાસી સમાજના હિત માટે કામ કરે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.રપ
ભાજપ સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે કરેલા વાણી વિલાસ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પ્રજા વચ્ચે નક્કર કામગીરીનો હિસાબ આપી શકાય તેવી કોઈ સ્થિતિ ન હોવાથી હતાશ નિરાશ અને ડઘાઈ ગયેલ ભાજપના નેતાઓ ગમે તેવા નિવેદનો કરીને પ્રજાનું ધ્યાન ભટકાવવા માગે છે. ભાજપના નેતાઓ હાર ભાળી ગયા છે, પરિણામે સત્તા જવાના ડરથી માનસિક સંતુલન ગુમાવી રહ્યા હોવાથી કોંગ્રેસ પક્ષ અને તેમના નેતૃત્વ સામે પાયાવિહોણા, નિમ્નકક્ષાની ભાષાનો પ્રયોગ કરી રહ્યા છ.ે ભ્રષ્ટાચારના જેમની પર સૌથી વધુ આક્ષેપો થયા છે. કરોડ રૂપિયાની સંપતિ એકત્ર કરવાના આક્ષેપો થયા છે. તેવા ભાજપ સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવા કોંગ્રેસ પક્ષ પર ગમે તેવા નિવેદનો કરવાને બદલે ગુજરાતની જનતાને અને ખાસ કરીને આદિવાસી સમાજને જવાબ આપે કે આદિવાસી સમાજના કલ્યાણ માટે ફાળવણી કરાતા નાણાં અન્ય હેતુ માટે ભાજપ સરકાર વેડફે છે તે અંગે ગણપત વસાવા કેમ મૌન છે ? અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના બાળકોને શિક્ષણનો અધિકાર મળતો નથી આ વિસ્તારોમાં ૧૦,૦૦૦થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. ૭૪ ટકા કરતા વધુ ડોકટરોની જગ્યા ખાલી છે, મનરેગા યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે આદિવાસી સમાજના ભાઈ-બહેનોને અન્યાય થયો છે. આદિવાસી સમાજને જંગલની જમીનના અધિકાર હેઠળ જંગલની જમીન પટ્ટા ભાજપ સરકાર આપતી નથી, સરકારી નોકરીઓમાં આદિવાસી સમાજના શિક્ષિત યુવાન-યુવતીઓને પસંદગી થયા છતાં સરકાર નિમણૂક પત્ર આપતી નથી, આદિવાસી વિસ્તારમાં આદિવાસી ભાઈ-બહેનોની કિંમતી જમીન પાણીના ભાવે ભાજપ સરકાર છીનવવા માગે છે તે અંગે કેબિનેટ મંત્રી ગણપત વસાવા કેમ મૌન છે ? ત્યારે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ગણપત વસાવા ગમે તેવા નિવેદનો કરવાને બદલે આદિવાસી સમાજના હિત માટે કામ કરે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.