National

કયા કારણોસર રાફેલ ડીલની કિંમત જાહેર થતી નથી, વડાપ્રધાન બતાવે : કોંગ્રેસ

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ રાફેલ ડીલના સોદાને જાહેર નહીં કરવા બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, રાફેલ ડીલ અંગે દરેક પ્રકારની દુવિધાઓ સરકારે દૂર કરવી જોઈએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને રક્ષામંત્રી રાફેલ ડીલની કિંમત અંગે સ્થિતિ સ્પષ્ટ કરે. ફ્રાંસમાં જે કરારની વાત થઈ છે તેમાં ૧૮ આર્ટિકલ છે. કયા આર્ટિકલ હેઠળ રાફેલ ડીલની કિંમત છૂપાવાય છે. તિવારીએ માંગ કરી કે સરકાર એક સંયુક્ત સંસદીય સમિતિ બનાવે અને રાફેલ ડીલના તમામ વિવાદો પ્રજા સમક્ષ મૂકે. ટૂજી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ ગઠિત કરી હતી તે મુજબ સમિતિ બનવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, જુલાઈ ર૦૧પમાં ૧ર૬ વિમાનો ખરીદવાની પ્રક્રિયા ચાલે છે. અચાનક વડાપ્રધાન મોદી ફ્રાંસ જાય છે જ્યાં સંખ્યા ૧૩૬ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે અરૂણ શૌરીની અરજી બાદ રાફેલ ડીલની કિંમત બંધ કવરમાં સુપ્રીમમાં રજૂ કરવા જણાવાયું છે. પ્રશાંત ભૂષણે પણ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.