National

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને તેનું સ્થાન બતાવી દીધું છે : મણિશંકર અય્યર

(એજન્સી) તા.૩૦
એક નહેરુવાદી તરીકે હું હંમેશાં આ અલિપ્ત વિશ્વમાં બિનજોડાણવાદી ખ્યાલ અને સિદ્ધાંતથી અલગ જવા અંગે શંકાસ્પદ વલણ ધરાવું છું. આથી જ અમેરિકાના મુખ્ય સંરક્ષણ ભાગીદાર તરીકે આપણને જે રીતે ગણાવવામાં આવી રહ્યા છે તેના સાચા મૂલ્ય અંગે મારી શંકા કુશંકા ચાલુ છે. આ પ્રકારની વ્યૂહાત્મક ભાગીદારી તે પછી ભલે ૪૦ દેશો સાથે પણ હોય પરંતુ તે આંતરરાષ્ટ્રીય બાબતોમાં આપણા વિચારો અને કાર્યની સ્વતંત્રતાને નિયંત્રીત કરે છે. એવી યોગ્ય દલીલ કરી શકાય કે વ્યવહારુ અનિવાર્યતા દ્વારા વિચાર અને કાર્યની સ્વતંત્રતાને નિયંત્રીત કરવામાં આવી હોય એવો ક્યારેય સમય ન હતો જે રીતે ૧૯૫૬માં હંગેરી પર સોવિયેતના આક્રમણ અંગે નહેરુના જાહેર વલણમાં દ્વિધા જોવા મળી હતી. સોવિયેતે જ્યારે ૧૯૬૮માં જેકોસ્લોવેકિયા પર આક્રમણ કર્યુ ત્યારે પણ આવું વલણ જોવા મળ્યું હતું અને ૧૯૮૦માં ઇંદિરા ગાંધીએ ખાનગીમાં બ્રેઝનેવને અફઘાનિસ્તાનના મામલે પોતાની ચેતવણી આપવાનું ચાલુ રાખ્યું હતું. આ અર્થમાં વિદેશી નીતિ ક્યારેય અવરોધ વગરની હોઇ શકે નહીં. પરંતુ બિનજોડાણવાદી નીતિ દ્વારા આ હેતુ સિદ્ધ કરવામાં આપણને મદદરુપ થઇ હતી. તેેમ છતાં ૧૯૮૫માં એવું સ્પષ્ટ થવા લાગ્યું હતું કે સમયની કસોટીમાંથી પાર ઉતરેલ સોવિયેત સંઘ ધીમે ધીમે આપણાથી વિમુખ થઇ રહ્યો છે. આપણે પણ ધીમે ધીમે અમેરિકા તરફ સરકવા લાગ્યા હતા અને આપણે યુએસએના મુખ્ય સંરક્ષણ ભાગીદાર હોઇએ એ રીતે ઓળખાવા લાગ્યા હતા. અમેરિકાએ હવે ભારતને તેનું સ્થાન બતાવી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના મામલે ભારતને પણ ઇરાન પાસેથી ઓઇલ નહીં ખરીદવાની ચીમકી આપીને ભારત પ્રત્યે તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અણગમો વ્યક્ત કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વ્યાપાર મોરચે પણ ભારતને વિકટ સ્થિતિમાં મૂકી રહ્યા છે. એ જ રીતે એચ-૧બી વિઝાના મામલે પણ અમેરિકાએ પોતાના હિતને જ પ્રાથમિકતા આપી છે. આમ બુશ-ઓબામા અને ટ્રમ્પ યુગના અમેરિકામાં ઘણો તફાવત છે. સંરક્ષણની બાબતમાં અમેરિકા અત્યારે ભારતને જે પાઠ ભણાવી રહ્યું છે એ પાઠ તેણે વર્ષો અગાઉ પાકિસ્તાનને પણ ભણાવ્યો હતો.
– મણિશંકર અય્યર

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.