(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
નવનિયુક્ત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અભિનંદન આપતાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે કોંગ્રેસે પાર્ટી દેશની રાજનીતિમાં ફેરફાર થવા માટે તેમની પર મદાર રાખીને બેઠી છે. રાહુલજી, ભયના રાજકારણને આશાના રાજકારણમાં ફેરવી નાખવા માટે અમે તમારી તરફ નજર દોડાવીએ છીએ. રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસ અધ્યક્ષ તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો છે આ પ્રસંગે રાહુલને અભિનંદન પાઠવતાં તેમણે કહ્યું કે રાહુલ જી તમે સમગ્ર દેશમાં ફર્યાં છે અને લોકોની સમસ્યાઓ જાણી છે. તમારા નેતૃત્વ હેઠળ આપણી પાર્ટી ભવ્યતાની નવી ઊંચાઈએ પહોંચશે. પોતાના સંબોધનની શરૂઆત કરતાં સિંહે કહ્યું કે મને સોનિયા ગાંધીના માર્ગદર્શનનો વિશેષાધિકાર મળ્યો છે. અદ્ભત નેતાગીરી દાખવનાર સોનિયા ગાંધીને હું સલામ કરૂ છું. નવનિયુક્ત અધ્યક્ષ રાહુલે કોંગ્રેસ મુખ્યાલયમાં કાર્યકરો અને નેતાઓને સંબોધિત કરતાં રાહુલે વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો , તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતને ૨૧ મી સદીમાં લઈ ગયું હતું પરંતુ વડાપ્રધાન મોદી આજે આપણે પ્રાચની સમયમાં પાછા લઈ જઈ રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે આજે દેશમાં ભાજપની આગેવાની સરકાર જે કંઈ પણ કરી રહી છે તેને અટકાવવા માટે ફક્ત કોંગ્રેસ અને તેના કાર્યકરો જ કંઈક કરી શકે છે.