પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બને તેવી શક્યતા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧
પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ ચૂંટાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીની સાંસદ મદનલાલ સૈનીના નિધન બાદ રાજસ્થાનમાં એક રાજ્યસભા સીટ ખાલી થઇ છે. મદનલાલ સૈનીનું ૨૪ જૂનના રોજ નિધન થયું હતું. સૈનીના રાજ્યસભા સભ્ય બનવાને હજુ છ મહિના જ થયા છે. એવામાં પાંચ વર્ષથી વધુ સમય હજુ તેમની ખાલી સીટ માટે બાકી છે.
કહેવાય છે કે, પાર્ટીનું નેતૃત્વ આ સીટ પરથી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહને રાજ્યસભામાં મોકલી શકે છે. આ પહેલા ડૉ.મનમોહન સિંહની તામિલનાડુથી રાજ્યસભામાં મોકલવાને લઇને DMK સાથે વાતચીત ચાલી રહી હતી, પરંતુ DMKએ આનું સમર્થન નહોતું કર્યું અને ત્રણેય સીટ પર પોતે લડવાની જાહેરાત કરી હતી. બીજી બાજી રાજસ્થાનથી રાજ્યસભા સીટ કોંગ્રેસ ડૉ.મનમોહન સિંહ માટે સુરક્ષિત માની રહી છે, કારણ કે કોંગ્રેસ પાસે ભારતીય જનતા પાર્ટી કરતા વધારે ધારાસભ્ય છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ રાજસ્થાનમાં કોંગ્રેસી ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો હતો. એવામાં કોંગ્રેસને રાજ્યસભા ચૂંટણી જીતવાની આશા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks