National

પ્રૂફ ઓફ પુડિંગ… : વડાપ્રધાન મોદીની પવિત્ર પુસ્તકવાળી ટિપ્પણી પર મનમોહનસિંહની પ્રતિક્રિયા

(એજન્સી) તા.૨૬
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણને એક પવિત્ર પુસ્તક ગણાવ્યું તો તેના પર ત્વરિત ટિપ્પણી કરતાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે પ્રૂફ ઓફ પુડિંગ ઈઝ ઈન ધ ઈટિંગ. એટલે કે જ્યારે તમે કોઈ વસ્તુને ઉપયોગમાં લો કે પછી તેના પર અમલ કરો તો જ તમે તેની ગુણવત્તાને સમજી શકો છો.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી તથા વિપક્ષના નેતાઓ, શિવસેનાના અરવિંદ સાવંતની સાથે મળીને ડો. ભીમરાવ આંબડેકરના પૂતળાં સામે જ મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ સામે વિરોધ કર્યો હતો.
સુપ્રીમકોર્ટ દ્વારા દેવેન્દ્ર ફડણવીસ સરકારને મહારાષ્ટ્ર વિધાનસભામાં બુધવાર સાંજ સુધીમાં બહુમતી સાબિત કરવાનો નિર્દેશ અપાયા બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મંગળવારે કહ્યું કે વર્તમાન સરકારમાં બંધારણીય મૂલ્યો સુરક્ષિત નથી. સિંહે સંસદ પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સુપ્રીમકોર્ટે જે પણ ચુકાદો આપ્યો છે તેનું સન્માન કરવું જોઈએ.
મોદી સરકારને આડે હાથ લેતાં તેમણે એમ પણ કહ્યું કે જે રીતે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં પગલું ભર્યુ છે તેનાથી સ્પષ્ટ છે કે વર્તમાન સરકારના હાથમાં બંધારણીય મૂલ્યો સુરક્ષિત નથી. સુપ્રીમકોર્ટે મંગળવારે નિર્દેશ આપ્યો કે બુધવારે ફડણવીસ સાંજ સુધીમાં બહુમત સાબિત કરે. જસ્ટિસ એન.વી.રમણ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે ધારાસભ્યોના હોર્સટ્રેડિંગથી બચવા માટે આ જરૂરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.