નવી દિલ્હી, તા.ર૧
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મનોજ તિવારીએ બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ‘ધરણાના રાજકારણ’ માટે ઝાટકણી કાઢતા આમઆદમી પાર્ટી (આપ)ના પ્રમુખને પોતાના કરતા પણ મોટા અભિનેતા ગણાવ્યા હતા. ઝી મીડિયાના ભારતકા ડીએનએ કોન્કલેવ ર૦૧૯માં સાંસદ તિવારીએ જણાવ્યું કે, કેજરીવાલ એમની સરખામણીમાં મોટા કલાકાર છે. તિવારીએ કહ્યું કે, તેઓ માત્ર રૂપેરી પડદા પર અભિનેતા છે પરંતુ કેજરીવાલ તો એક એવો જે પોતેજ સંવાદ લેખક નિર્દેશક અને ડ્રેસ બૈજલના કાર્યાલત ખાતે કેજરીવાલની હાંકલ પર અધિકારીઓએ આમ આદમી પાર્ટી (આપ)ના મંત્રીઓ સાથે નવ દિવસ ધરણા કર્યા બાદ મનોજ તિવારીએ આ ટિપ્પણી કરી હતી. તિવારીએ કહ્યું કે, કેજરીવાલ લેફ. ગવર્નરના કાર્યાલય ખાતે ધરણાં કરી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા હતા ત્યારે તેઓ IAS અધિકારીઓને મળ્યા હતા જેઓ કામ કરી રહ્યા હતા. ઉત્તર પૂર્વ દિલ્હી સાંસદે દાવો કર્યો કે, મુખ્યમંત્રી કેજરીવાલ એપ્રિલ માસથી કાર્યાલયના આવ્યા નથી જો કે એમના કાર્યલયનું એરકન્ડીશનર કામ કરતું હતું. અધિકારીઓને તેમની હડતાળ સમાપ્ત કરવાની દિશામાં માગણી સાથે કેજરીવાલ અને એમના કેબિનેટ સહયોગી પર બેઠા છે. ફેબ્રુઆરીમાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર કથિત હુમલા બાદ નોકરશાહ આપ પાર્ટીના વિવાદ સાથે ઉતર્યા છે. મનોજ તિવારીએ કહ્યું કે, એક માણસ ૧પ દિવસ માટે IAS અધિકારીને મળવા બેંગ્લુરૂ જવાનું કહી રહ્યો હતો. અહેવાલ મુજબ એલજી કાર્યાલયમાં ધરણા દરમ્યાન શુગરનું સ્તર વધતા બેંગ્લુરૂ સારવાર માટે પ્રસ્થાન કર્યું હતું તિવારીએ કહ્યું કે, તેમણે પહેલીવાર જોયું કે, સોફા પર બેસીને લોકો થાકી ગયા છે અને પ્રથમવાર જ જોવા મળ્યું કે, કોઈકે ઝડપથી વજન વધાર્યું છે. બીજેપી સાંસદ તિવારીએ દેશની રાજધાની આગામી ચૂંટણીઓની રાહ જુએ છે પ્રજા કેજરીવાલ સરકારને બહારનો રસ્તો બતાવી દેશે. તેમણે આપ સરકારના મહોલ્લા ક્લિનીક પ્રોજેક્ટ પર કટાક્ષ કરતાં કહ્યું કે, મહોલ્લા ક્લિનીકમાં ઘોડા અને ગધેડા બેસે છે.