માનસિક આરોગ્યના રોગચાળા તરફ ભારતની અનિમેષ નજર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
માનસિક આરોગ્યના રોગ તરફ ભારતની અનિમેષ નજર છે તેવું કહેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવંદે કહ્યું કે દેશમાં માનસિક આરોગ્યના રોગો પર ગંભીરતા આવી રહી છે. ૨૧મા વર્લ્ડ કોંગ્રેસ ઓફ મેન્ટલ હેલ્થના ઉદ્‌ઘાટન ટાણે બોલતા તેમણે કહ્યું કે માનસિક રોગીઓ આજે જે સૌથી મોટી અડચણનો સામનો કરી રહ્યા છે તે કલંક અને ઈન્કાર છે. આપણે માનસિક આરોગ્યના મુદ્દે બોલવાની અને ડિપ્રેશન, તનાવ જેવા માનસિક રોગોની સારવાર કરવાની જરૂર છે આવા રોગોનો ઉપચાર થઈ શકે છે. રાષ્ટ્રીય માનસિક આરોગ્ય સર્વે ૨૦૧૬ના આંકડાઓને ટાંકતા કોવિંદે કહ્યું કે દેશમાં ૧૪ ટકા લોકોને માનસિક સારવારની જરૂર છે અને ૨ ટકા લોકો ગંભીર માનસિક વિકારથી પીડિત છે. તેમણે કહ્યું કે લગભગ બે લાખ ભારતીયો દર વર્ષે આપઘાત કરે છે. જો તેમાં આપઘાતના પ્રયાસને સામેલ કરવામાં આવે તો આ આંકડામાં ખૂબ મોટો વધારો થાય છે. મેટ્રોમાં રહેતા લોકો અને તેમાંય ખાસ કરીને યુવાનોમાં પણ માનસિક બીમારીની શક્યતા મંડરાઈ રહી છે. ભારતમાં માનસિક આરોગ્ય એક પડકાર છે અને દેશમાં હાલ ફક્ત ૫,૦૦૦ મનોવૈજ્ઞાનિકો અને ૨,૦૦૦ ક્લીનિકલ મનોવિદો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય માનસિક આરોગ્ય પ્રોગ્રામ હેઠળ ઉત્કૃષ્ટતાના ૨૨ કેન્દ્રોનું નિર્માણ ચાલી રહ્યું છે. ચિંતા અને ડિપ્રેશન જેવા માનસિક રોગોની સારવાર કરવામાં યોગની ભૂમિકા પર વિશેષ સત્રની ચર્ચા પર હું લોકોના પ્રત્યુત્તરની આશા રાખી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks