તળાજા ખાતે નવા બંધાયેલ એસ.ટી. બસ સ્ટેશનનું મંત્રીના હસ્તે લોકાર્પણ

ભાવનગર, તા. ર૮
ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બાધવામાં આવેલ અધતન સુવિધાયુકત એસ.ટી.સ્ટેશનને રાજયના વાહન વ્યવહાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે મહાનુંભાવોની ઉપસ્થિતિમાં રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તળાજા તાલુકા મથકે નવા બાંધવામાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનનો અંદાજીત ખર્ચ રૂ. ૨ કરોડ ૧૨ લાખ ૩૭ હજાર થયેલ છે.
સરકાર દ્વારા હાલમાં જી.પી.એસ સિસ્ટમ દ્વારા સમગ્ર રાજયમાં એસ.ટી. નિગમ અધતન સુવિધાઓથી સુસજજ થયુ છે. આ જી.પી.એસ સિસ્ટમ દ્વારા સમગ્ર રાજયની બસોની પરિસ્થિતી વિશે સૌ જાણકારી મેળવી શકશે. રાજયની બસોના રૂટ વિશે, બસ હાલમાં કયા રૂટ પર છે. કયા પહોચી છે. તેમજ ઓન લાઇન બસનું રીઝર્વેશન થી માંડી તમામ સુવિધાઓ લોકોને મળી રહેશે તેવી વ્યવસ્થા શરૂ કરાવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ જણાવ્યું હતુ કે, ગામડે ગામડેથી મારી દીકરીઓને શાળાએ છકડામાં આવવું પડતુ હોય છે. એમાં મીની બસની સુવિધા મળે તો ઘણો લાભ શિક્ષણ લેતી મારી દિકરીઓને મળે એવી મારી લાગણી અને માંગણી છે.
આ તળાજા ખાતે યોજાયેલ એસ.ટી.બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, તળાજા તાલુકાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ આશાબેન મકવાકણા, તળાજા નગરપાલિકાના પ્રમુખ દક્ષાબા સરવૈયા, તળાજા પુર્વ ધારાસભ્ય શિવાભાઇ ગોહિલ અને એસ.ટી. નિગમના અધિકારી જેઠવા, હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks