Ahmedabad

જંગી લીડ સાથે જીતનાર સિનિયર સાંસદો કુંડારિયા-પાટીલને આખરે મંત્રીપદ ન જ મળ્યું !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૩૧
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નરેન્દ્ર મોદીની નવી સરકારની રચના થઈ જવા પામી છે. ત્યારે આ મોદી મંત્રીમંડળમાં સમાવવાની રાહ જોઈને બેઠેલા અને છેલ્લા બે ત્રણ દિવસોથી મંત્રીમંડળમાં ગુજરાતમાંથી સમાવવાની ચાલી રહેલી કે ચલાવાઈ રહેલી અટકળોમાનાં બે-ચાર સાંસદોની મંત્રી બનવાની મનમાંને મનમાં રહી જવા પામી હતી. જેમાં સૌરાષ્ટ્રમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી જંગીલીડથી ચૂંટણી જીતનારા બે સાંસદોના તો અરમાનો પર પાણી ફરી વળવા પામ્યા છે. લોકસભાના પરિણામો બાદ હવે કેન્દ્રીય મંત્રીમંડળની રચના થઈ ગઈ છે અને આજે મંત્રીઓને ખાતાઓની ફાળવણી પણ કરી દેવાઈ છે. ત્યારે આ વખતે તો મંત્રીપદ મળશે જ તેની રાહ જોઈ રહેલા ગુજરાત ભાજપના કેટલાક સિનિયર સાંસદોની મુરાદ ફરિવાર પૂરી થઈ શકી નથી. આ વખતે પરિણામો બાદથી રાજયના જે સાંસદોના નામોની અટકળો ચાલુ થઈ હતી. તેમાં મુખ્યરૂપે સૌરાષ્ટ્રમાંથી જંગીલીડથી જીતનાર મોહન કુંડારિયા, નવસારીથી જંગીલીડ મેળવનાર સીઆર પાટિલ આગળ હતા તે પછી નારણ કાછડિયા, તથા મહિલાઓમાં પૂનમ માંડમ, રંજનબેન ભટ્ટ, દર્શના જરદોશ વગેરેના નામો ચર્ચામાં હતા. જો કે આ બધામાં મોહન કુંડારિયા અને પાટિલ સૌથી પ્રબળ દાવેદાર મનાતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૪માં મોહન કુંડારિયાને મંત્રીપદ મળ્યું હતું પરંતુ તે પછી પુરૂષોત્તમ રૂપાલા રાજયસભામાં ચૂંટાઈ આવતા તેમને મંત્રી મંડળમાં સમાવવા માટે મોહન કુંડારિયાને મંત્રીપદ છોડવું પડયું હતું. ત્યારે હવે જંગી લીડથી આ વખતે ચૂંટાઈ આવતા અને અગાઉ મંત્રીપદનું ત્યાગ આપેલ હોઈ કુંડારિયાની શકયતા પ્રબળ બની હતી તો બીજી તરફ પાટિલ પણ જંગીલીડથી સતત ચૂંટાયા હોઈ અને મોદીની નજીકના મનાતા હોઈ તેમને મંત્રી પદ ચોક્કસ મળશે તેવી વાતો વહેતી થઈ હતી જો કે મોદી-શાહે આ બધાના અરમાનો પર પાણી ફેરવતા અગાઉના જ બંને મંત્રીઓ રૂપાલા-માંડવી આને રિપીટ કર્યા હતા. જેના કારણો મંત્રી બનવાના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. એટલું જ નહીં આ વખતે તો ગુજરાતમાંથી મહિલા સાંસદને પ્રતિનિધિત્વ મળશે જ અને તેમાં પણ સિનિયર ત્રણ ત્રણ મહિલા સાંસદ હોઈ તેની શકયતા વધુ હતી તેમ છતાં એક પણ મહિલા સાંસદને તક અપાઈ નથી. જેના કારણે પુનમ માંડમ રંજનબેન ભટ્ટ, દર્શના જરદોશ વગેરેનું મંત્રી બનવાનું સપનું રેળાયું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.