ટ્રાન્સપોર્ટરનું મોત નિપજતાં પરિવારજનોનો ફાય. કંપનીના માણસો પર માર માર્યાનો આક્ષેપ

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
શહેર નજીક નંદેશરી ઔદ્યોગીક વસાહતમાં ફાઇનાન્સ કંપનીનાં પાંચ જેટલી વ્યકિતઓ ટ્રાન્સપોર્ટરનું લોન ઉપર લીધેલ વાહન સીઝ કરી ઉઠાવી ગયા હતા. બાદમાં ટ્રાન્સપોર્ટ માલિકનું મોત નિપજતાં ચકચાર મચી ગઇ હતી. ફાઇનાન્સ કંપનીનાં વ્યકિતઓએ માર મારતા કર્જર્દાર ટ્રાન્સપોર્ટરનું મોત થયું છે. પોલીસે આ વાતને નકારી કાઢી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર, નંદેશરીમાં રહેતાં અને ટ્રાન્સપોર્ટનું કામ કરતાં રાજેન્દ્રભાઇ શર્માએ ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન ઉપર વાહન ખરીદ્યું હતું. તે વાહનનાં હપ્તા તેઓ નિયમિત ભરી શકતા ન હતા. આજે સવારે નંદેશરી ઔદ્યોગીક વસાહતમાં આવેલી પાનોલી કંપનીમાં ધંધાકીય કામ માટે ગયા હતા. તે વખતે ફાઇનાન્સ કંપનીનાં પાંચ જેટલા માણસો તેમની પાસે આવ્યા હતા. જ્યાં કંપનીનાં માણસો હપ્તો નહીં ભરી શકતા મોટરસાઇકલ લઇ જતાં રહ્યાં હતા. ગણત્રીની મિનીટોમાં રાજેન્દ્રભાઇ સ્થળ પર ઢળી પડયા હતા અને મોતને ભેટયા હતા. આ બનાવની જાણ નંદેશરી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતે મોતનો ગુનો નોંધી રાજેન્દ્રભાઇના મૃતદેહને હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. ફાઇનાન્સ કંપનીનાં માણસોએ રાજેન્દ્રભાઇને મારમાર્યો હોવાથી તેમનું મોત નિપજ્યું હોવાનું તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરંતુ પોલીસે આ વાતને નકારી કાઢી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks