National

મોદી મોસમી પક્ષી, મારાથી ડરે છે : મમતા

(એજન્સી) કોલકાતા, તા.૮
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માત્ર ચૂંટણીઓ પહેલા ઉત્તર બંગાળ આવવા બદલ ‘મોસમી પક્ષી’ ગણાવ્યા છે અને તેઓ ભયભીત હોવાના મોદીના દાવાને ફગાવતા બેનરજીએ જણાવ્યું કે મોદી તેમનાથી ડરે છે. અલીપુરદુર જિલ્લામાં એક રેલીને સંબોધતા મમતા બનેરજીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ મોસમી પક્ષીઓ છે. ચૂંટણીઓ દરમિયાન જ તેઓ અહીં આવે છે અને ચૂંટણીઓ પૂરી થયા બાદ જતા રહે છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વર્ષમાં ૩૬૫ દિવસ લોકો સાથે રહે છે. પરાજયના ડરથી મમતા બેનરજી ભયભીત થઇ ગયા હોવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીઓનો જવાબ આપતા ટીએમસીનાં વડાંએ કહ્યું કે તેઓ એવું કહે છે કે દીદી અને તૃણમૂલ કોંગ્રેસ ડરી ગયા છે. હું તમારા જેવા ડાકુથી ડરતી નથી અને દીદીને ભયભીત કરવાનું આટલું સરળ નથી. દીદીને પગના અંગૂઠાથી માંડીને માથા સુધી મારમારવામાં આવ્યો અને મારા આખા શરીર પર ઇજાઓ થઇ છે. હું બંદૂકો અને ગોળીઓ સામે લડી છું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.