ધોળકા : શરંઢી પ્રાથમિક શાળામાં આચાર્યને જાનથી મારી નાખવાની કોશિશ

(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા.રપ
ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કિરીટભાઈ તારણભાઈ મકવાણા (તળપદા કો.પટેલ) (રહે.ધોળકા ગોકુળનગર મધિયા બાપા-સીતારામની મઢૂલી પાસે)એ ફરિયાદ નોંધાવી છે કે, છેલ્લા ચાર વર્ષથી શરંઢી ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. દોઢેક માસ પહેલાં ધોળકા બજારમાં મને શરંઢી ગામનો શૈલેશભાઈ ખેંગારભાઈ દેવીપૂજક મળેલો. મને કહેલ કે મારું લિવિંગ સર્ટિફિકેટ કાઢીને રાખવો. મારે મારી પત્નીના ડિલિવરીના કામે જરૂર પડશે. જેથી મેં કહેલ કે તમારે લિવિંગ સર્ટિફિકેટ જોઈતું હોય તો શરંઢી શાળાએ આવજો તે પછી થોડા દિવસ પહેલાં શૈલેશભાઈ ફરીવાર નિશાળમાં આવેલો અને મારી પાસે તેના એલ.સી. કાઢી આપવા બાબતે કહેતા મેં કહેલ કે તમારે ડુપ્લીકેટ એલ.સી.ની જરૂર હોય તો આ બાબતે સોગંદનામું કરી મને આપવું પડશે. તેવું કહેતા તે ઊંચા અવાજે બોલી જતો રહેલો. ત્યારબાદ ગતરોજ સ્કૂલના સમય મુજબ સવારના ૧૦ઃ૪પ વાગ્યે હું મારી શરંઢી પ્રાથમિક શાળામાં નોકરી ઉપર ગયેલો અને અમારા સ્ટાફના શિક્ષક બહેનો પોતપોતાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા તે દરમિયાન સવા ચારેક વાગ્યે શૈલેશભાઈ ખેંગારભાઈ દેવીપૂજક હું મેદાનમાં ઊભો હોય ત્યાં આવેલો અને મને કહેવા લાગેલ કે મને અત્યારે જ મારું એલ.સી. કાઢી આપો. મારી પત્નીને ધોળકા સંતોકબા હોસ્પિટલમાં ડિલિવરી અર્થે દાખલ કરેલ છે. મારે તાત્કાલિક ત્યાં રજૂ કરવું પડે તેમ છે. તેવું કહેતા મેં કહેલ કે તમો કોઈ સોગંદનામું લાવ્યા છો. તો તેણે મને કહેલ કે સોગંદનામું લાવવાના કોઈ નિયમો ના હોય. જેથી મેં કહેલ કે નિયમોનુસાર કામ થશે તેમ કહેતા શૈલેશભાઈ ઉશ્કેરાઈ જઈ તેના નેફામાંથી તમંચો કાઢી તમંચો મારી સામે ધરી ટ્રિગર દબાવવા જતા તે દરમિયાન અમારી શાળાના શિક્ષિકા ગીતાબેન વચ્ચે પડતા ગીતાબેનનો હાથ પકડી ધક્કો મારી ગીતાબેનને ગાલ ઉપર લાફો મારી પાડી દેતા આ દરમિયાન વધારે દેકારો થતા આજુબાજુમાંથી માણસો આવતા આ શૈલેશે અમોને ધમકી આપેલ કે હવેથી નિશાળ ખોલતા નહીં અને દાખલો નહીં આપો તો કોઈને જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી આપી ત્યાંથી જતો રહેલો. ધોળકા રૂરલ પોલીસે ગુનો નોંધી તાત્કાલિક આરોપીને ઝડપી પાડી વધુ તપાસ પીએસઆઈ એન.એમ.ચૌધરી ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks