મારો રંગ તમે ૪૦ વર્ષથી જોયો જ છે અને ચોક્કસપણે તે કેસરિયો નથી : કમલ હસનના રાજનીતિમાં આવવાના સંકેત

(એજન્સી) કેરળ, તા.૧
તામિલ ફિલ્મોના સુપરસ્ટાર કલમ હસને રાજનીતિમાં જવાના સંકેત આપ્યા છે. તેઓ ગત ઘણા સમયથી તામિલનાડુની સત્તાધારી પાર્ટીમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે પોતાને બન્ને જૂથો સાથે લડતા આવ્યા છે. કમલ હસને રાજનીતિથી જોડવાને લઈ કેરળના મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી તેમણે કહ્યું કે, કેરળના સીએમથી આ બાબતે વાતચીત થઈ છે અને આ બાબતે વાતચીત થઈ છે અને આગળ વધુ રાજનીતિરૂપોથી મળતો રહીશ અને ત્યારબાદ જ નિર્ણય લઈશ. મારો રંગ ૪૦ વર્ષથી લોકોએ જોયો છે. મેં સિનેમામાં કામ કર્યું છે અને હું ચોક્કસ રીતે કેસરિયો નથી. વિશ્વાપુરમ અભિનેતાએ એમ પણ કહ્યું કે, તે કોઈપણ પાર્ટીની સાઈડમાં નથી. હું વચ્ચેની સાઈડમાં છું. હસને એઆઈએડીએમકે સરકારના નેતા પલાનીસામી પર ટીકા કરતાં રાજ્યને તામિલનાડુ સરકાર ભ્રષ્ટાચાર તરફ લઈ જઈ રહી છે એમ સોશિયલ મીડિયા પર કહ્યું હતું. સોશિયલ મીડિયા પર લખ્યા બાદ તેમના પ્રશંસકોએ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. અભિનેતાએ એમ પણ કહ્યું કે, તામિલનાડુ વિધાનસભા નજીક આવેલ સેન્ટ જ્યોર્જ ચેન્નાઈમાં તેઓ કૂચ કરશે તે માટે પ્રશંસકો તૈયાર રહે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks