Site icon Gujarat Today

બેઠક વ્યવસ્થા મુદ્દે હડતાલ પર ઉતરેલા વકીલોએ મશાલ રેલી કાઢી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
નવા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા માટે છેલ્લાં ૧૬ દિવસથી વિવિધ કાર્યક્રમો સાથે હડતાળ પર ઉતરેલા વકીલોએ આજે મશાલ રેલી કાઢી હતી. આ સાથે તેઓએ નવનિયુકત ડિસ્ટ્રીકટ જર્જને મિઠાઇ વહેંચીને આવકાર્યા હતા. નવા જર્જની નિમણૂકથી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થશે તેવી આશા વકીલોએ વ્યકત કરી હતી.
વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા વકીલ મંડળ બેઠક વ્યવસ્થા મુદ્દે છેલ્લાં ૧૭ દિવસથી હડતાળ ઉપર છે. ડિસ્ટ્રીકટ જર્જ અને વકીલો વચ્ચેના ગજગ્રાહના કારણે અમારો પ્રશ્ન હલ થતો નથી. જેના કારણે અસીલોને નુકસાન થઇ રહ્યું છે. નવા કોર્ટ સંકુલમાં ગ્રાઉન ફલોરથી ચોથા ફલોર સુધી રૂમો અને હોલ ખાલી છે જે અમને ફાળવવામાં આવે. આ આંદોલનના ભાગરૂપે આજે અમે મશાલ રેલીનું આયોજન કર્યું હતું. જે કોર્ટમાં ફેલાયેલું અંધાળુ દૂર થાય. આ સાથે વકીલોની વાત ન સાંભળનાર ડિસ્ટ્રીકટ જર્જની બદલી થતા અને નવા જર્જની નિમણૂક થતા ફટાકડા ફોડી મિઠાઇ વહેંચવામાં આવી હતી.

Exit mobile version