‘ગાય-માતા’ની રક્ષા કરવી જોઈએ, પણ ‘માતા’નું શું ? : ઉદ્ધવ ઠાકરે

(એજન્સી) મુંબઈ, તા.ર૪
ભાજપ અને શિવસેના વચ્ચે તણાવ અને મતભેદ વધતો જ જઈ રહ્યો છે. એક તરફ જ્યાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ એકલા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે ત્યાં જ સામનાને આપવામાં આવેલ ઈન્ટરવ્યૂમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ગાયની રક્ષાના નામ પર ભારત હવે વિશ્વમાં મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ બની ગયો છે અને બધાને આ વાત માટે શરમ આવવી જોઈએ. મુખપત્ર ‘સામના’માં લખ્યું છે કે, જી હા, ખરેખર આપણે ગાય માતાની રક્ષા કરવી જોઈએ. પણ અમારી માતાનું શું ? આ હિન્દુત્વ નથી. સોમવારે તેમના ઈન્ટરવ્યૂનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો હતો. ગત રપ વર્ષોથી શિવસેના અને ભાજપ સહયોગી છે. કારણ કે, બંને હિન્દુત્વની વિચારધારા, હિન્દુઓના દરજ્જાઓ, રાષ્ટ્રીય હિત અને દેશની સુરક્ષા સહિત અન્ય મુદ્દાઓ પર સમાન વલણ રાખે છે. વિશ્વાસ પ્રસ્તાવ ભાજપ દ્વારા ‘લોકો સાથે વિશ્વાસઘાત’નું પરિણામ છે. વધુ એક સવાલના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે, શિકાર તો હું કરીશ, પણ તેના માટે મને કોઈ બીજા ખભાની બંદૂકની જરૂર નહીં પડે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks