(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
શહેરના પાલનપુર જકાતનાકા પાસે માથાભારે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેની હત્યા ઓટોરિક્ષા ચાલક સાથે રૂા.૫ હજારની લેતી દેતી બાબતે થઇ હોવાનું પોલીસ માની રહ્યી છે. જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક યુવકના ભાઇની પણ ત્રણ વર્ષ પહેલા હત્યા થઇ હતા.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાઇવિંગનું કામ કરતો નિતેશ ઉર્ફે ભીખુ આદિત્યસિંગ ઠાકુર (ઉ.વ.ર૪)એ સાત આઠ મહિના પહેલા રિક્ષા ડ્રાઇવર નવનીત ઉર્ફે રિન્કુ સરોજને ર૦-રપ હજાર રૂપિયા આપ્યા હતા. જે પૈકી રીન્કુએ મોટાભાગની રકમ ચુકવી દીધી હતી. જ્યારે બાકી નિકળતા રૂપિયા પાંચ હજાર તે આપતો નહિં હોવાને કારણે નિતેશ પાવાગઢની વર્દી મારીને ગત રાત્રે ઘરે પરત ફર્યા બાદ, મોડી રાત્રે રીન્કુ પાસે બાકી નીકળતા રૂપિયા પાંચ હજાર લેવા માટે પાલનપુર જકાતનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે ગયો હતો. જ્યાં બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયા બાદ આવેશમાં આવેલ રીન્કુએ તેની રિક્ષામાં રાખેલ લોખંડનો સળીયા વડે નિતેશના માથાના ભાગે ઝીંકી દેતા ત્યાં ફસગાઇ ગયો હતો. ઘટના અંગે પાનનો ગલ્લો ચલાવતા નિતેશના પિતા આદિત્યસિંગ ઠાકુરને જાણ થતા તાત્કાલીક બેભાન હાલતમાં નિતેશને પ્રાઇવેટ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવતા મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસનો સ્ટાફ દોડતો થયો હતો અને હત્યાનો ગુનો નોંધી મોડી રાત્રે રિનકુની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.