મથુરાનું દાઉજી મહારાજ મંદિર : જ્યાં ઔરંગઝેબે પાંચ ગામ દાન કર્યા હતા

(એજન્સી) મથુરા, તા.ર૮
કટ્ટરવાદી હિન્દુઓની નજરોમાં મોગલ સુલતાન હંમેશા નિશાન પર રહે છે. ખાસ કરીને ઔરંગઝેબ કે જે સૌથી વધુ સમય સુધી મોગલ બાદશાહ તરીકે રહ્યા. ઔરંગઝેબ પર આરોપો લગાવાયા છે કે, તેણે મંદિર તોડયા, ઈતિહાસના પાને એવી પણ વાર્તાઓ છે જે તેની બનાવેલી છબિથી વિપરીત છે. અલીગઢ મુસ્લિમ યુનિ.ના ઈતિહાસ વિભાગના પ્રમુખ નદીમ રજાવી કહે છે કે, ઔરંગઝેબ એક પવિત્ર બાદશાહ હતા. તેણે જ્યાં રાજ કર્યું ત્યાં જરૂરિયાત મુજબ કામ કર્યું. કેટલાક સ્થળે મંદિરો તોડાવ્યા, તો કેટલાક સ્થળે મંદિરોને દાન આપ્યું. અલીગઢથી ૬૪ કિ.મી. દૂર બલદેવ નામના કસબામાં દાઉજીના મંદિરને પાંચ ગામ દાનમાં આપ્યા. આ પાંચ ગામના કરમાંથી સરકારી ખજાનામાંથી આ મંદિરને આજે પણ દાન અપાય છે. બલદેવ મથુરાથી ઉત્તરે ર૦ કિ.મી. દૂર છે જે વિશ્વભરમાં હુરંગા હોળીથી ઓળખાય છે. શિલાલેખમાં ઔરંગઝેબ દ્વારા દાનમાં આપેલા પાંચ ગામોનો ઉલ્લેખ છે. પરંતુ હાલમાં તે હટાવી લેવાયો છે. મથુરા કૃષ્ણ જન્મભૂમિ છે. કાશી પછી અહીંયા વધુ મંદિરો છે. અન્યાયના વિરૂદ્ધની લડાઈમાં શ્રીકૃષ્ણને તેમના ભાઈ બલરામનો સહયોગ વધુ મળ્યો. બલરામને તેઓ દાઉ કહીને બોલાવતા હતા. મથુરાથી ર૦ કિ.મી. દૂર લગભગ ૬૦૦ વર્ષ જૂના દાઉના મંદિરને ઔરંગઝેબે પાંચ ગામ દાન આપ્યા હતા. ૬૮૦ એકર જમીન દાઉજી મહારાજના નામે લખી હતી જેના સરકારી ખજાનામાં જમા થતાં નાણાં મંદિરની દેખરેખ માટે વપરાતા હતા. ૧૦ હજારની વસ્તી ધરાવતા બલદેવ કસબામાં આ વાત દરેકને ખબર છે. ઔરંગઝેબ મંદિરો તોડતા તોડતા મથુરા તરફ આગળ વધી રહ્યા હતા. તેમને બલદેવજીની જાણકારી હતી જ્યારે સાથીઓને પૂછતા કે કેટલું દૂર છે ? ત્યારે ત્યારે જવાબ મળતો કે બે કોસ દૂર. કલાક પછી ફરી એ જ જવાબ મળતો. ઔરંગઝેબે દાઉજીની શક્તિને ઓળખી લઈ મંદિર તોડવાનો નિર્ણય ત્યાગી દીધો અને પાંચ ગામ ભેટ આપ્યા. પ્રો.નદીમ રજાવીએ ઔરંગઝેબ પર શોધ કરી છે. તેઓ કહે છે કે, ઔરંગઝેબ સાંપ્રદાયિક રાજા ન હતા. જો એવું હોત તો તે હિન્દુસ્તાનના મહત્ત્વપૂર્ણ પ્રદેશોના ગવર્નરો તરીકે રાજપૂતોની નિમણૂક કેમ કરતા ? જ્યારે આ પ્રદેશો ફકત શહઝાદા સંભાળતા હતા. તેઓ એવા બાદશાહ હતા કે રાજ કરવાની એમની પદ્ધતિ હતી. કયારેક મુસલમાનોને તો કયારેક હિન્દુઓને. બલદેવ વૃજની મશહુર દુરંગા હોળી માટે જાણીતું છે. સ્થાનિક વિપિન ગર્ગ બતાવે છે કે, હોળી મંદિરના પટમાં ખેલાય છે જેમાં સેંકડો દેવર-ભાભી સામેલ થાય છે. ઔરંગઝેબે અહીંયા શાહી નક્કારખાનાનું નિર્માણ કરાવ્યું હતું જેમાં ઉલ્લેખ છે કે, સંવત ૧૯ર૯ અને સન ૧૬૧રમાં નિર્માણ કરાવેલ. તે માટે પાંચ ગામ દાન કરેલ. મોગલ બાદશાહ શાહઆલમે જાગીર માફી યથાવત રાખ્યા હતા. નક્કરખાના અને મંદિરના ભોગરાગની વ્યવસ્થા માટે અઢી ગામને વધારી ૭ ગામની જાગીર મંદિરના સેવાયત માર્તન્ડ ગૌસ્વામી શ્રીકલાણ દેવજાના વંશજ ગૌસ્વામી હંસરાજજી તેમજ જગન્નાથજીને ભેટ આપી હતી. મંદિરના ખર્ચ અને બલભ કુકુંડ માલિકાના હક સાથે સાથે સંપૂર્ણ પરગના મહાજન પ્રતિ ગામ બે રૂપિયા વધારે માલાગુજરી સંદેરી વાસો દેવસ્થાન શ્રી દાઉજી મહારાજને ભેટ આપ્યા. જેનું ફરમાન સંવત ૧૮૪૦માં ચૈત્ર શુકલા પક્ષ ત્રીજે કરાયું. ઈતિહાકાર રજાવી બતાવે છે કે, આ ઉપરાંત ઔરંગઝેબે મથુરા અને કાશીના બીજા મંદિરોને પણ દાન કર્યું. જેમાં પહેલાં મોગલ બાદશાહોએ શરૂ કરેલ દાન પ્રથા ઔરંગઝેબે ચાલુ રાખી હતી. મહાવનના તલાટી પવન પાઠક કોઈ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી શકયા નથી. પરંતુ મથુરાના પ્રસિદ્ધ ઈતિહાસકાર ઘનશ્યામ પાંડે દાવો કરે છે કે, ઔરંગઝેબે દાઉજી મહારાજ મંદિરના પાંચ ગામોની જાગીર માફી કરી હોવાના પુરાવા છે. મંદિરના ટ્રસ્ટી આર.કે.પાંડે તેની પુષ્ઠી કરે છે. હાલમાં ઔરંગઝેબના શીલા લેખને હટાવી દેવાયો છે. આર.કે.પાંડેના કહેવા મુજબ તે સુરક્ષિત છે. નક્કારખાનામાં નિર્માણ કાર્ય ચાલે છે. કાર્ય પૂરું થયા બાદ ત્યાં લગાડી દેવાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks