માટી ખોદ્યા બાદ તૂટેલી પાઈપો ખાનગી કંપનીએ રીપેર ના કરતાં વિવાદ

રાજપીપળા, તા.૧પ
અંકલેશ્વરથી રાજપીપળા અને વડોદરાથી કેવડિયા સુધી ફોર લેન રોડ બનાવવાનું એક ખાનગી કંપની દ્વારા કામકાજ ચાલી રહ્યું છે તો રોડ બનાવવા માટે એ ખાનગી કંપની દ્વારા નાંદોદ કુમસ ગામના એક ખેતરમાંથી માટીનું ખોદકામ કરાયા બાદ ઉબડખાબડ જમીનને લેવલિંગ તથા તૂટેલી પાઇપોનું રીપેરિંગ ના કર્યું હોવાનું ગ્રામ પંચાયતે આક્ષેપ લગાવ્યો છે અને શુક્રવારે ગ્રામ જનોએ એકત્ર થઇ નાંદોદ મામલતદારને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગ્રામ પંચાયતના સરપંચ રીટા વસાવા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ નર્મદાના નાયબ કલેક્ટર, જિલ્લા પોલીસ વડાને સંબોધતા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખાનગી કંપનીએ કુમસ ગામમાં સર્વે નંબર ૩૪૦ વાળા ખેતરમાંથી અમારી મંજૂરી અને શરતો મુજબ માટીનું ખોદકામ કર્યું છે પણ આ ખોદકામ બાદ નક્કી કરેલી શરતો મુજબ ઉબડખાબડ થયેલ ખેતનું લેવલિંગ અને તૂટેલી પાઈપોનું રીપેરિંગ અમારી વારંવારની રજૂઆત બાદ કર્યું નથી. જો ૧૦ દિવસમાં આ કંપની દ્વારા અમને યોગ્ય ન્યાય અને વળતર નહીં અપાય તો નાછૂટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ફરજ પડશે. એવી ચીમકી ઉચ્ચારી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks