તા.૩૧
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જ કોઈ યુનિટી જોવા મળી નહીં.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણમાં એક પણ રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા નહીં.
સ્ટેજ પર માત્ર બે રાજ્યના ગુજરાતી રાજ્પાલ હાજર રહ્યા. તે પણ ગુજરાતી હોવાથી ઉપસ્થિત રહ્યા.
સ્ટેજ પર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેેલ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ પહેલાં દેશના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને હાજર રહેવા આમંત્રણ અપાયું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ વખતે પીએમ મોદીએ સંબોધનમાં વારંવાર ‘મિત્રો’ કહેવાની ટેવને બદલીને ‘સાથીઓ’ બોલતા જોવા મળ્યા હતા.
સંબોધનમાં મોદીએ ૧૬ વાર ‘સાથીઓ’ શબ્દનો ઉપયોગ કર્યો.
અનાવરણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સરકાર દ્વારા ચલાવાઈ રહેલા સ્વચ્છ ભારતના વખાણ કર્યા પરંતુ તેની ૧પ મિનિટ બાદ કાર્યક્રમના સ્થળે લોકોએ ફૂટ પેકેટ નાંખીને ગંદકી ફેલાવી હતી.
મોદીના સ્વચ્છ ભારતની ઝુંબેશના કાર્યક્રમના સ્થળે જ લીરેલીરા ઉડ્યા.