અમદાવાદ, તા.૩
અમદાવાદના નરોડા ગામ તોફાન કેસમાં આજે બનાવના સમયે માયાબેન કોડનાની હાજર હતા કે નહીં તેના મુદ્દે સુનાવણી થઈ હતી. બનાવને નજરો નજર જોનારા સાક્ષીઓની જુબાની રજૂ કરાઇ હતી. સરકારી વકીલે કોલ રેકોર્ડિંગ અને સાક્ષીઓની જુબાની ના આધારે ૯.૩૦ થી ૧૦.૩૦ વચ્ચે ઘટના સ્થળે હાજર હતા તેવી રજુઆત કોર્ટ સમક્ષ કરી હતી. વર્ષ ૨૦૦૨ અને વર્ષ ૨૦૦૮ની સ્ટિંગ ઓપરેશન ની સીડી ને જોવા માટે કોર્ટે આ બાબતે ટકોર કરી હતી.
ખાનગી ન્યુઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન નું એફ.એસ.એલ કરાયું હતું અને વોઇસ પેટ્રોગ્રાફી પણ કરાઈ હતી. વર્ષ ૨૦૦૨ માં પોલીસ દ્વારા ખાનગી રીતે બનાવ બન્યા બાદની શૂટિંગ ઉતારવામાં આવી હતી. ફરીથી વર્ષ ૨૦૦૮માં કોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા ખાનગી શુટિંગ ઉતારવામાં આવ્યું હતું. આગામી સોમવારે કોટેમાંર્ં ખાનગી વિડીયો અને સ્ટિંગ ઓપરેશન ની સીડી એમ બંનેને ચકાસવામાં આવશે. અત્રે આ કેસમાં અમિતશાહની જુબાની ન માનવા માટે કોર્ટ સમક્ષ રજૂઆતો કરાઈ છે. આ કેસમાં માયાબેન કોડનાની ભરાયા તો ફરી સમસ્યામાં મુકાવાની શક્યતાઓ છે. નરોડા હત્યાકાંડ કેસમાં નીચલી કોર્ટે ૩૧ જેટલા આરોપીઓને આજીવન કારવાસની સજા ફટકારી હતી. જેના બચાવમાં તમામ લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટ દ્વારા તમામ હકીકત અને પૂરાવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કોર્ટે અભ્યાસ કર્યા બાદ માયા કોડનાનીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા તો તેમની સાથે અન્ય ૧૭ આરોપીઓને પણ નિર્દોષ છોડી મુક્યા હતા. જ્યારે બાબુ બજરંગી સહિત ૧૨ વ્યક્તિને દોષિત કરાયા હતા. જોકે બાબુ બજરંગીને નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને ઘટાડીને હાઈકોર્ટે તેની સજા ૨૧ વર્ષની કરી હતી.