National

યુપીમાં ૧૭ ઓબીસી જાતિઓને એસસી કેટેગરીમાં નાંખવી બિનબંધારણીય : માયાવતી

(એજન્સી) લખનૌ, તા.૧
ઉત્તરપ્રદેશમાં ૧૭ ઓબીસી જાતિઓને એસસી યાદીમાં સામેલ કરવા અંગે બીએસપી પ્રમુખ માયાવતીએ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. સોમવારે મીડિયા સાથે વાત કરતાં માયાવતીએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશની સરકાર ઉપચૂંટણીમાં લાભ ઉઠાવવા માટે આ પ્રકારના હથકંડા અપનાવી રહી છે. બીએસપી પ્રમુખે જણાવ્યું કે જો યોગી સરકારને આવું કરવું જ હતું તો પહેલાં એસસીનો કોટો વધારવો જોઈતો હતો જેનાથી કોટામાં સામેલ ૧૭ નવી ઓબીસી જાતિઓને તેનો લાભ મળતો. માયાવતીએ રાજ્ય સરકારના આ પગલાંને બિનબંધારણીય ગણાવ્યું છે. બીએસપી પ્રમુખે યોગી સરકારની નિયત પર પ્રશ્ન ઊભો કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર ઓબીસીની જાતિઓને દગો આપવાનું કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે સરકારે પોતાના નિર્ણય પર વિચાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ૈઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યની ૧૭ અતિ પછાત જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવા માટે શાસનાદેશ જારી કર્યો હતો. ત્યાં યોગી સરકારના આ નિર્ણય પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ વિશ્રંભર પ્રસાદ નિષાદે જણાવ્યું કે યુપીની ભાજપ સરકાર ૧૭ અતિ પછાત જાતિઓને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે. તેમણે આ પણ જણાવ્યું કે વિધાનસભા ઉપચૂંટણીને જોતા ખોટી પ્રશંસા મેળવવા યોગી સરકાર નાટક કરી રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.