Site icon Gujarat Today

દેશમાં ડર અને તણાવનું વાતાવરણ છે : માયાવતી

(એજન્સી) લખનૌ, તા.૧૫
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ બુધવારે પોતાની ૬૪મી વર્ષગાંઠ ઉજવાતા પોતાના કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન માયાવતીએ પત્રકારોને કહ્યું હતું કે, દેશમાં ભય અને તણાવનું વાતાવરણ છે. આ ઉપરાંત તેણીએ ગંદુ રાજકારણ કરવા બદલ ભાજપ અને કોંગ્રેસ પર આક્ષેપ મૂક્યા હતા.
તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે, બસપા એક શિસ્તબદ્ધ અને કેડર-બેઝ પાર્ટી છે અને તે પરવાનગી મેળવ્યા બાદ જ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરે છે.
ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ જૂઠ્ઠાણાના રાજકારણમાં સૌથી આગળ છે અને ગંદા રાજકારણમાં વ્યસ્ત છે.

Exit mobile version