Site icon Gujarat Today

મક્કાની મુખ્ય મસ્જિદમાં દુનિયાની સૌથી મોટી છત્રીઓ લગાવાશે

(એજન્સી) મક્કા, તા. ૨૪
હજ સલામતીના કમાન્ડરોએ જણાવ્યું હતું કે આગામી વર્ષથી હજ યાત્રીઓને તાપ અને ગરમીથી બચાવવા ઓટોમેટિક ખુલી જતી અને બંધ થતી છત્રીઓ મક્કાના હરમ શરીફની મુખ્ય મસ્જિદમાં લગાવાશે. આ છત્રીઓ ૫૩ટ૫૩ મીટરની હશે અને તે દુનિયાની સૌથી મોટી છત્રીઓ તરીકે ઓળખાશે. મસ્જિદની સલામતીની જવાબદારી રાખનારા સુરક્ષા કમાન્ડર મેજર જનરલ મોહંમદ અલ-અહમદીએ જણાવ્યું હતું કે, એર કન્ડિશનરને કારણે મસ્જિદની અંદર તાપમાન સામાન્ય હોય છે પરંતુ છત્રીઓને કારણે હજ યાત્રીઓને ઘણી સરળતા રહેશે તથા તેમને છત મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, મદીનાની મસ્જિદ પરિસરમાં પહેલાંથી જ આવી છત્રીઓ લાગેલી છે અને તેને કારણે વિશાળ પરિસરમાં હજ યાત્રીઓ તથા શ્રદ્ધાળુઓ સરળતાથી પોતાની વિધિઓ પૂરી કરી શકે છે જેથી પરિસરમાં કોઇ પણ સ્થળે હોય તેમને ગરમીનો અહેસાસ થતો નથી.

Exit mobile version