મીડિયા રેવેન્યુ પર ચાલનાર
એક પ્રોડક્ટ બની ગયું છે
(એજન્સી) તા.૧૭
સમાચારપત્રો માટે ૭પ ટકા કોઈ સમાચાર જ નથી, જેનું કારણ સમાચારપત્રોમાં લેબર કરસ્પોંડેટ (શ્રમ સંવાદદાતા) જ નથી. જનસત્તાના પૂર્વ સંપાદક પ્રભાષ જોશીની બાયોગ્રાફી “લોકકા પ્રભાષ”ના લોન્ચ અવસરે દેશના પ્રખ્યાત એગ્રીકલ્ચર જર્નાલિસ્ટ પી.સાઈનાથે ખેડૂતોની સમસ્યાઓ, મીડિયા-કૃષિ સંબંધો અને કોર્પોરેટર મીડિયા-ખેડૂતો સંબંધે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. સાઈનાથે કહ્યું મીડિયાના કોર્પોરેટાઈઝેશનના વધતા યુગમાં એ જ સમાચારોને પ્રાથમિક્તા આપવામાં આવે છે જેમાં ઓછા દરે વધુ રેવન્યુ હાંસલ કરવાની ગુંજાઈશ હોય છે એવામાં ખેડૂતોની સમસ્યા દબી જાય છે. મીડિયા રેવેન્યુ પર ચાલનાર એક પ્રોડક્ટ બની ગયું છે. ખેડૂતોમાં તેમને રેવેન્યુ જોવા મળતું નથી. આજે ૧ર૭ કરોડની આબાદીવાળા દેશમાં નેશનલ ડેલીના અધિકતરમાં એગ્રીકલ્ચર કરસ્પોંડેટ જ નથી. જ્યાં થોડાંક મીડિયામાં આ પોસ્ટ છે, તેઓએ પણ ફિલ્ડમાં જવાની જગ્યાએ માત્ર સરકારી આંકડા, જાહેરાતો અને કૃષિ મંત્રીઓને કવર કરવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. સાઈનાથના અનુસાર જ્યારે તેમણે પત્રકારિતા જોઈન કરી હતી. ત્યારે દરેક સમાચારપત્રમાં લેબર કરસ્પોંડેટ અને એગ્રીકલ્ચર કરસ્પોંડેટસ વધુ પ્રિન્ટ થતા હતા. ધીમે-ધીમે આ લખાણ ઓછું કરવામાં આવ્યું. એવામાં આ ક્ષેત્રોમાં સમજદાર લોકોની અછત વર્તવા લાગી. હવે લોકો આંકડાઓ સુધી સારી રીતે પ્રોેસેસ કરી શકતા નથી. બીજું કારણ જણાવતાં કહ્યું કે જે થોડા ઘણા લોકો લખવામાં કાબેલિયત રાખે છે તેઓને આ ફિલ્ડમાં ઓછું રેવેન્યુ મળવાને કારણે વધુ ચાન્સ નથી મળતા. જેના કારણે આવી સ્ટોરી દબાવી દેવામાં આવે છે.