મેડિકલના વિદ્યાર્થીએ આપઘાત કરતા દલિત સમાજમાં રોષ : આંદોલનની રૂપરેખા તૈયાર કરાઈ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૫
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પર્સ ખાતેની મેડિકલ કોલેજના વિદ્યાર્થી ડો.ધવલ દિનેશ પરમારે કરેલા આપઘાતને પગલે દલિત સમાજમાં ભારો ભાર રોષ વ્યાપી ગયો છે. આ ઘટનાને પગલે સુરતમાં આજે મોડી સાંજે દલિત સમાજના વિવિધ સંગઠનોના અગ્રણીઓની એક બેઠક મળી હતી.જેમાં આ મુદ્દે ઉગ્ર આક્રમ કાર્યક્રમો કરવાની નીતિ નિર્ધારીત કરાય હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પર્સની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ડો.ધવલ પરમારે કેમ્પર્સની જ એક બિલ્ડિંગ પરથી કૂદકો મારી આપઘાત કરી લીધો હતો.મરતા પહેલા ડો.પરમારે એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ડો.વર્માના ત્રાસથી પોતે આત્મહત્યા કરી રહ્યો છે.આ ઘટનામાં સ્યુસાઇટ નોટ પણ મળી આવી હતી. જેને પગલે કોલેજ સંચાલકોએ જવાબદારો સામે કાયદેસરના પગલા ભરવાને બદલે, કેસને રફેદફે કરવા માટે કાર્યશીલ થઇ ગયા છે.જેને કારણે સુરતના દલિત સમાજમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે.જે સંદર્ભે સુરતના સંજીવકુમાર ઓડિટોરીયમમાં મોડી સાંજે દલિત સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી.જેમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા સહિત લડતના કાર્યક્રમોની રૂપરેખા ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
નવી સિવિલ હોસ્પિટલ એન્ડ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા દલિત વિદ્યાર્થી રેસીડેન્ટ ડો.ધવલ દિનેશ પરમારના આપઘાત પ્રકરણમાં હજુ ખટોદરા પોલીસે ડો.દિનેશ વર્મા સહિતના લોકોની સામે ગુનો દાખલ કર્યો નથી. ડોક્ટર બનવાના સપના જોતા આ દલિત વિદ્યાર્થીને સતત ર૪ કલાક સુધી કામ કરાવતા અને ત્રાસ આપતા ડો.દિનેશ વર્મા તરફ ઇશારો કરતી સ્ટુસાઇડ નોટ મળી આવી હોવા છતાં પણ ખટોદરા પોલીસ તાબોટા પાડી રહી છે.
જે રીતે હૈદરાબાદના વિદ્યાર્થી રોહિત વેમુલ્લાને મનુવાદીઓએ આપઘાત કરવા માટે મજબુર કર્યો હતો. તેવી જ ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થી રેસીડેન્ટ ડો.ધવલ પરમાર સાથે બનવા પામી છે. આમ, ગુજરાત દલિતો પ્રત્યેના અત્યાચારમાં ખુબ જ વધારો થળા પામ્યો છે. ઉના કાંડવાળી ઘટના હોય કે પછી થાનકાંડ, ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરવામાં ગુજરાત સરકારના વાયદાઓ પોકળ સાબિત થઇ રહ્યાં છે. દલિતોના હામી થવાને ડોળ કરતી ગુજરાત સરકારના શાસનમાં મનુવાદીઓ ફુલફાલી રહ્યાં છે. જે ડો.ધવલ પરમારના આપઘાતથી સ્પષ્ટ થાય છે. સુરત પોલીસ તપાસનું નાટક કરી રહી છે. ડો.ધવલની સ્યુસાઇટ નોટ મળી આવ્યા બાદ સુરત પોલીસે મનુવાદી તાકાતોના ઇશારે કામ કરી રહી છે. સુરતમાં ભુતકાળમાં દલિત ઉપર થેયલા અત્યાચારોની તપાસ જોતા સુરત પોલીસે આરોપીઓના પક્ષમાં જ તપાસ કરતી હોય તેમ સી-સમરી દાખલ કરવા વધુ ઉત્સુકતા દર્શાવે છે.
સુરત સહિત ગુજરાતભરમાં દલિતો ઉપર વધતા અત્યાચારોમાં સુરતના વિદ્યાર્થી ડોક્ટર ધવલ પરમારનો ઉમેરો થયો છે. આ ઘટનાને પગલે સુરતના દલિતોમાં ઉગ્ર રોષ જોવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks