મંદિરના પૂજારીએ કિસ કરવાનો પ્રયત્ન કર્યો, મેડિકલ વિદ્યાર્થિનીનો આરોપ

પણજી,તા.૧૯
ગોવાના એક મંદિરમાં પૂજારીએ મેડિકલ વિદ્યાર્થીની સાથે ગેરવર્તન કર્યુ હોય તેવો એક મામલો સામે આવ્યો છે. જોકે, મંગુએશી મંદિરનું કહેવુ છે કે, આ આરોપો પર અત્યારે યોગ્ય પુરાવા મળ્યા નથી. મૂળ ગોવાની મેડિકલ વિદ્યાર્થીનીએ અમેરિકા પહોંચી પૂજારીએ તેની સાથે કરેલ કથિત ગેરવર્તનનો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગોવાના મંગેશી ગામમાં સ્થિત મંદિરની વ્યવસ્થાપન સમિતિ શ્રી મંગુએશ દેવસ્થાનને કરેલી પોતાની અરજીમાં વિદ્યાર્થીનીએ કહ્યું કે ૨૨ જૂને તેણી પોતાના માતા-પિતાની સાથે મંદિરના દર્શન કરવા પહોંચી હતી. મંદિર સમિતિને સોંપેલી પોતાની ફરિયાદમાં પીડિતા વિદ્યાર્થીનીએ કહ્યું છે, મંદિરના ગર્ભગૃહના બહારના વિસ્તારમાં સ્થિત લૉકર વિસ્તારમાં પહોંચી તેમણે મને પ્રદક્ષિણા કરવાનું કહ્યું. તેમણે મને ઈશારામાં નજીક બોલાવી અને મને મજબૂતાઈથી પકડી લીધી હતી અને કિસ કરવાનો પ્રયાસ કર્યો.
પીડિતા વિદ્યાર્થીનીનું કહેવુ છે કે પૂજારીના આવા વર્તનથી તેણી ઘેરા આઘાતમાં સરી પડી છે. તેને આઘાત લાગ્યો છે. વિદ્યાર્થીનીના કહેવા પ્રમાણે, આ ઘટનાથી તેને ઊંડો આઘાત લાગ્યો છે. જ્યારે પીડિતા મુંબઈ પહોંચી તો તેણે પોતાની માતાને સમગ્ર ઘટના અંગે જણાવ્યું. વિદ્યાર્થીનીનું કહેવુ છે, તપાસ પ્રમાણે મંદિર કમિટીએ ૨૨ જૂનના સીસીટીવી ફૂટેજની તપાસ કરાવવી જોઈએ. પીડિતાને જવાબ આપતા મંગુએશ દેવસ્થાન સમિતિના સચિવ અનિલ કેંકરેએ ૧૧ જુલાઈએ લખ્યું કે ૪ જુલાઈએ વ્યવસ્થાન સમિતિની ઈમરજન્સી બેઠક દરમ્યાન આ ફરિયાદની ચર્ચા કરવામાં આવી હતી. કેંકરેએ કહ્યું, આરોપો મુજબ તપાસ કરવામાં આવી તો પ્રથમ દ્રષ્ટિએ આવા કોઈ પુરાવા મળ્યા નથી. આ સાથે જ તેમણે કહ્યું કે જો તેઓ સંતુષ્ટ નથી તો કોઈ યોગ્ય ઑથોરિટીની સામે પોતાની ફરીયાદ નોંધાવી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks