મેઘાની મહેર અને કહેર યથાવત્‌ : ઉમરપાડામાં સાડા બાર ઈંચ અને માંગરોળમાં સાડા આઠ ઈંચ

અમદાવાદ, તા.૨૧
રાજ્યમાં છેલ્લા ૩૬ કલાકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે ત્યારે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ પ૩ ટકા જેટલો થયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. છેલ્લા ૩૬ કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં સાડા બાર ઈંચ, માંગરોળમાં સાડા આઠ ઈંચ અને સાગબારામાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે એટલે કે, મેઘાની મહેર અને કહેર યથાવત્‌ રહેતા ક્યાંક તારાજીના દૃશ્યો સર્જાયા છે તો ક્યાંક ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૩૬ કલાક દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૯ર તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૩૧૬ મીમી એટલે કે, સાડા બાર ઈંચ, નર્મદા જિલ્લાના સાગબારામાં ૧૭૭ મીમી એટલે કે, સાત ઈંચ, માંગરોળ તાલુકામાં ર૧ર મીમી એટલે સાડા આઠ ઈંચ, હાંસોટ-નેત્રંગમાં ૧૩૪ મીમી, અંકલેશ્વરમાં ૧૩ર મીમી, આણંદમાં ૧ર૮ મીમી, હિંમતનગરમાં ૧રપ મીમી મળી કુલ ૬ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ અને ધનસુરા તાલુકામાં ૧૧૬ મીમી, દાહોદમાં ૧૦૦ મીમી મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે. રાજ્યના વાલિયા તાલુકામાં ૯૭ મીમી, ડેડિયાપાડામાં ૯૧ મીમી, તલોદમાં ૮૮ મીમી, ફુકરમુંડા-કપરડામાં ૧૫૦ મીમી એટલે કે ૬ ઈંચ, વઘઈમાં ૮૧ મીમી, માંડવી (સુરત)માં ૭૮ મીમી, જાંબુઘોડામાં ૭૭ મીમી, ભરૂચમાં ૭પ મીમી, અને ધરમપુરમાં ૧રર મીમી મળી કુલ ૧૦ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ જ્યારે ખેરગામ તાલુકામાં ૧૩પ મીમી એટલે કે પ.૪ ઈંચ, સતલાસણામાં ૬૮ મીમી, વાગરામાં ૬૭ મીમી, અમદાવાદ શહેરમાં ૬ર મીમી, મહુધામાં ૬૨ મીમી, ઘોઘામાં ૬૧, લીમખેડા-નિઝરમાં ૬૦ મીમી, મોડાસામાં ૫૯ મીમી, પારડીમાં પ૮ મીમી, અમીરગઢ-ડેસર-બાલાસિનોરમાં પપ મીમી, દસ્ક્રોઈ-વાંસદામાં પ૩ મીમી, માલપુર-સુરત શહેરમાં ૫૧ મીમી, ધોલેરામાં પ૦ મીમી મળી કુલ ૧૬ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જ્યારે અન્ય પ૧ તાલુકાઓમાં એક ઈંચથી વરસાદ વરસ્યો છે. દરમિયાન આજે સવારે ૮ઃ૦૦ કલાકથી ૧૦ઃ૦૦ કલાક દરમિયાન હાલોલ-પોશીના, વંથલી, માંગરોળ, ચીખલીમાં ૮૩ મીમી એટલે ૩.૩ર ઈંચથી વધુ જ્યારે ૧૪ તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ પાણી પડ્યું હોવાના અહેવાલો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks