National

કાશ્મીરમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, લોકોએ વિલય અંગે પુનર્વિચાર શરૂ કરી દીધો છે : મહેબૂબા

(એજન્સી) શ્રીનગર, તા.૧૮
અનંતનાગમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ કહ્યું કે, કાશ્મીરમાં જંગલરાજ છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, લોકોએ જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલય અંગે પુનર્વિચાર કરવાનું શરૂ કરી દીધું છે. લોકો માટે રાજમાર્ગ બંધ છે અને એસડીએમ સાથે મારઝૂડ કરવામાં આવે છે. જેલોમાં કેદીઓ સાથે ખોટું વર્તન કરવામાં આવે છે. અથડામણ દરમિયાન જપ્ત કરવામાં આવેલા મૃતદેહોને વિકૃત કરીને રસાયણોથી સળગાવવામાં આવે છે. બુધવારે મહેબૂબાએ કહ્યું કે, એવું નથી લાગતું કે, આપણે એ ભારતની સાથે છીએ, જેનો વિલય શેખ મો.અબ્દુલ્લા અને મહારાજા હરીસિંહે કર્યો હતો, તે ભારત હિંદુઓ, મુસ્લિમો, શીખો અને સૌનો દેશ હતો. આજે એટલું શોષણ અને અત્યાચાર થઈ રહ્યો છે કે, કાશ્મીરીઓ કંપી ઉઠે છે અને વિચારે છે કે, અમે કયા ભારત સાથે વિલય કર્યો હતો. રાજમાર્ગ પર નાગરિક આંદોલન પર પ્રતિબંધ લાદવાનો આદેશ સરમુખ્તયારશાહીથી ઓછો નથી. તેમણે અનંતનાગમાં સેના દ્વારા કથિતરૂપે એસડીએમની ધોલાઈ કરવાની ઘટનાની નિંદા કરી અને કહ્યું કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, તો તેમણે જનતાને મળવાના પ્રયત્નો કર્યા હતા. ર૦૧૬ બાદ જ્યાં પણ જવાની કોશિશ કરી, ત્યાં પથ્થરમારો થતો હતો. અહીંની જનતાએ મારા પર ફૂલોનો વરસાદ પણ કર્યો, પરંતુ હવે પથ્થરમારો પણ કરી રહ્યા છે, પરંતુ આનાથી તેઓ ક્રોધિત નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.