વડાપ્રધાન મોદીના કાર્યાલયે મેહુલ ચોક્સીના પલાયનની સુવિધા કરી આપી હતી : કોંગ્રેસ

(એજન્સી) તા.૩૦
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મોદીના કાર્યાલયે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી વિશેની ફરિયાદો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા અને તેને દેશમાંથી ભાગવા માટેની સુવિધા કરી આપી હતી. કોંગ્રેસના નેતા પવન ખેરાએ દાવો કર્યો હતો કે એવા ગંભીર પુરાવાઓ સામે આવ્યા છે જે દર્શાવે છે કે દરેક તપાસ એજન્સીને ચોક્સી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી ગંભીર ફરિયાદની માહિતી હતી. ૩ ઓગસ્ટ ર૦૧૭ના રોજ વડાપ્રધાન મોદીના કાર્યાલયે આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલયે બેશરમીપૂર્વક ફરિયાદોની અવગણના કરી અને રૂા.ર૩૪૮૪ કરોડના પી.એન.બી. કૌભાંડના આરોપીને ભાગવાની સુવિધા ઊભી કરી આપી. ખેરાએ આક્ષેપ કર્યો હતો કે હવે આ વાત જગજાહેર છે કે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા વડાપ્રધાન કાર્યાલયે રૂા.ર૩૪૮૪ કરોડના પી.એન.બી. કૌભાંડ આરોપી મેહુલ ચોક્સીના પલાયન પ્રત્યે આંખમીચામણા કર્યા હતા. ખેરાએ કહ્યું હતું કે અહીં આ નોંધવું મહત્ત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ ર૦૧૮માં એન્ટીગુઆના વડાપ્રધાન ગસ્ટોન બ્રાઉનને મળ્યા હતા પરંતુ તેમણે મેહુલ ચોક્સીની નાગરિકતાનો મુદ્દો ઉઠાવ્યો ન હતો. ખેરાએ આ પણ દાવો કર્યો હતો કે મેહુલ ચોક્સીની કથિત નાણાંકીય ગેરરીતિઓની જાણ હોવા છતાં વડાપ્રધાન મોદીના કાર્યાલયે શંકાસ્પદ મૌન સેવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks