MIAએ પોતાનું ૧૧મું ટી-ર૦ ટાઈટલ જીત્યું મુંબઈ ઈન્ડિયન્સના નામે વધુ એક ટાઈટલ, SA૨૦માં ચેમ્પિયન બન્યું

મુંબઈ, તા.૯
આઈપીએલ બાદ હવે વિશ્વભરની ટી-ર૦ લીગમાં પણ મુંબઈ ઈન્ડિયન્સનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. એમઆઈએ પોતાનું ૧૧મું ટી-ર૦ ટાઈટલ એસએર૦ લીગમાં ચેમ્પિયન બનીને જીત્યું. બે વખતની ચેમ્પિયન સનરાઈઝ ઈસ્ટર્નને હરાવી એમઆઈ કેપટાઉને પહેલીવાર એસએર૦ લીગ પર પોતાનો કબજો જમાવ્યો છે. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ કેબિનેટમાં વધુ એક ટ્રોફી ઉમેરાઈ ગઈ છે. વાત એમઆઈની સફળતાની કરીએ તો પાંચ આઈપીએલ ટાઈટલ ઉપરાંત આ ફ્રેન્ચાઈઝીએ બે ચેમ્પિયન્સ લીગ ટી-ર૦ ટ્રોફી (ર૦૧૧, ર૦૧૩) એક ડબ્લ્યુપીએલ ટાઈટલ (ર૦ર૩) એક એમએલસી (ર૦ર૩) અને એક આઈએલટી ટી-ર૦ (ર૦ર૪) ટ્રોફી પણ પોતાના નામે કરી ચૂકી છે. મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા એમઆઈએ નિર્ધારિત ર૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા. ટીમનો કોઈપણ બેટસમેન ભલે ૪૦ રનનો આંકડો પાર ના કરી શકયો પણ બધાના યોગદાનથી ટીમ આ સ્કોર સુધી પહોંચી શકી. આ સ્કોરનો પીછો કરવા ઊતરેલી સનરાઈઝ ઈસ્ટર્ન કેપની ટીમ એમઆઈ સામે ઘૂંટણીયે પડી ગઈ અને પૂરી ટીમ ૧૮.૪ ઓવરમાં ફકત ૧૦પ રનમાં સમેટાઈ ગઈ. મુંબઈ માટે રબાડા અને ટ્રેન્ટ બોલ્ટે ધમાકેદાર પ્રદર્શન કર્યું. બોલ્ટે ફાઈનલમાં ચાર ઓવરમાં ફકત નવ રન આપી બે વિકેટ ઝડપી જ્યારે રબાડાએ ચાર બેટસમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts